સ્વચ્છતા ઝુંબેશ માટે સક્રિય મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર.
ગાયત્રી પરિજનો
ગામેગામ સ્વયં સ્વચ્છતા કરી સૌને પ્રેરણાત્મક સંદેશ આપી રહ્યા છે.
૧૭ સપ્ટેમ્બર થી ૨ ઑક્ટોબર, ભારતભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહેલ છે. ત્યારે મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા ગામેગામ સ્વચ્છતા જાગૃતિ માટે કમરકસી સ્વયં સફાઈ કરી ગામેગામ સક્રિય પ્રયાસ કરી રહેલ છે. હફસાબાદ, પહાડપુર પછી ૨૩ સપ્ટેમ્બર સોમવારે નાની ચિચણો, મોટી ચિચણો અને ગઢા ત્રણ ગામોમાં મોડાસા ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોની ટીમ પહોંચી. સાથે હાથમાં સ્વચ્છતાના સુવાક્યો, સાઉન્ડ સિસ્ટમથી ગામમાં સ્વચ્છતાના મહત્વ સમજાવી, નારાઓથી સમગ્ર ગામ ગુંજી ઉઠે છે. ત્યારબાદ ગ્રામજનોને સાથે રાખી સ્વયં સફાઈ કરી પ્રેરણાત્મક ઉદાહરણ આપી રહેલ છે. આ જોઈ ગ્રામજનો પોતાના ગામને સ્વચ્છ રાખવા સંકલ્પિત થઈ રહ્યા છે.
ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા એ માહિતી આપતા જણાવ્યું કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ૨ જી ઑક્ટોબર ગાંધી જયંતી સુધીમાં મોડાસા, બાયડ, ધનસુરા તેમજ જીલ્લામાં શક્ય તેટલા ગામોમાં આ સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.