અમદાવાદ શહેરના મણિનગર, અમરાઈવાડી અને દાણીલીમડા વિસ્તારમાંથી હત્યાના બનાવો નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન હત્યાના કેસોમાં વધારો જોવા મળી રહી રહ્યો છે.અમદાવાદ શહેરોમાંથી બે દિવસમાં અલગ–અલગ વિસ્તારમાંથી હત્યાની ઘટનાઓ સામે આવી છે.આ જ કારણોસર પોલીસ પ્રસાશન પર સુરક્ષાને લઇને સવાલો ઉત્પન્ન થયા છે.બે દિવસની અંદર શહેરમાં બનેલી હત્યાની ત્રણ ઘટનાથી શહેરની જનતામાં ભયનો માહોલ છવાઈ ગયો છે.અમદાવાદ શહેરમાં એવી પણ લોકચર્ચા થઈ રહી છે કે જો આવી જ ઘટનાઓ છાશવારે બનતી રહશે તો શહેરને યુપી બનતા વાર નહી લાગે.
હત્યાનો પહેલો કિસ્સો અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં પૈસાની લેતીદેતીમાં ગતરાત્રીના સમયે એક રિક્ષા ચાલક લલિત ગગવાની ની નિર્દયતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી.ત્રણ જેટલા ઈસમોએ રાતના 11:30 વાગે જીરાફ સર્કલ પાસે છરા અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.ઘાતક હથીયારો વડે એટલી નિર્દયતાથી ઘા ઝીંકવામાં આવ્યા હતા કે રિક્ષા ચાલક લલિત ગગવાની નાં આતંરડા બહાર આવી ગયા હતા.સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માત્ર પાંચ હજાર રૂપિયાની લેતીદેતીમાં વ્યાજખોરોએ રિક્ષા ચાલક લલિત ગગવાની ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ ખૂની ખેલ જાહેરમાર્ગ પર ખેલાયો હતો.
આ ઘટના બાદ રિક્ષા ચાલક લલિત ગગવાની નાં ભાઈ પરેશભાઈ જેઠાનંદ ગગનાની(ઉમંર વર્ષ:35) કે જેઓ ઘોડાસર ખાતે, પુનિત નગર ક્રોસિંગ પાસે આવેલ આરાધના ડુપલેકસ માં રહે છે, તેઓએ હત્યા કરનાર ઈસમો વિરૂદ્ધ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર મૃતક ભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.અમે ચાર ભાઈ બહેન છીએ, જેમાં સૌથી મોટા લલિતભાઈ છે અને તે તેમની પ્રેમીકા સાથે ગેરતપુર ખાતે રહે છે.તે મણીનગર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષા ચલાવે છે.
18 ઓગસ્ટના રોજ હું મારા મોટાભાઈ લલિત ને રાત્રે 12 વાગે મણીનગર રેલ્વે સ્ટેશન ખાતે ભેગા થયા હતા.એ દરમિયાન તેણે મને જણાવ્યું હતું કે 'મેં ભાવીક ઉર્ફે જય ભોલે પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને આ મામલે અમારી વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી .આ દરમિયાન ભાવિક ઉર્ફે જય ભોલે એ મને જોઈ લેવાની ધમકી પણ આપી હતી.
પરેશભાઈ જેઠાનંદ ગગનાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે 19/08/2024 નાં રોજ આશરે આઠેક વાગ્યે મારી ઓટો રિક્ષા લઈ મણીનગર રેલ્વે સ્ટેશન ખાતે આવ્યો હતો.આશરે નવ વાગ્યે વાડજ ખાતે જવા માટે પેસેન્જર મળતાં હું ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી વાડજ ખાતે ગયો હતો અને પેસેન્જરોને વાડજ ઉતારી 10:30 વાગે મણીનગર રેલ્વે સ્ટેશન પરત આવ્યો હતો ત્યારે રેલવે સ્ટેશન ખાતે આલું પરોઠાની લારી ચલાવતા જગ્ગીભાઈ એ મને તેમના એક્ટિવા પાછળ બેસવા માટે કહ્યું હતું .એટલે મેં મારી ઓટો રિક્ષા સ્ટેશન પર પાર્ક કરી તેમના એક્ટિવા પાછળ બેસી ગયો હતો ત્યારે તેમણે મને જણાવ્યું હતું કે તારા મોટા ભાઈને કોઈએ તલવારોથી માર્યો છે એટલે આપણે જીરાફ સર્કલ ખાતે જવાનું છે.
જયારે અમે જીરાફ સર્કલ ખાતે પહોંચ્યા ત્યારે મારો ભાઈ લોહીલુહાણ હાલતમાં ફૂટપાથ પર પડ્યો હતો.એ દરમિયાન ઈજાગ્રસ્ત હાલતમાં મારા ભાઈ લલિતે ત્યાં બનેલી સમગ્ર ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે " હું આર બી પટેલની સાથે તેમની કારમાં જીરાફ સર્કલ ખાતે આવ્યો હતો અને કારમાં અમારી સાથે હરીશ નેનવાણી પણ આવ્યો હતો. ત્યારે ભાવીક ઉર્ફે જય ભોલે તેની કારમાં ત્રણ વ્યક્તિઓ સાથે ત્યાં આવ્યો હતો જેમાં એક કૈલાશ પણ હતો. ત્યારબાદ ભાવીક ઉર્ફે જય ભોલે અને તેની સાથે આવેલા ઈસમોએ મારી સાથે બોલાચાલી, ગાળાગાળી કરી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. બાદમાં ભાવિક અને તેના મિત્રોએ કારમાંથી તલવારો કાઢી મારા પર હુમલો કર્યો હતો.મારા ભાઈનાં શરીર પર છરાના ઘા અને તલવાર નાં ઘા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
આથી મારા ભાઈની સારવાર અર્થે એમ્બ્યુલન્સ બોલાવી હતી.પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. હાલ મણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી હત્યાની ઘટના અમરાઈવાડી વિસ્તારમાં બની હતી.
જયારે બીજી હત્યાની ઘટના અમદાવાદ શહેરમાં આવેલા અમરાઈવાડી વિસ્તારમાં આવેલ વઢીયારી નગર,જોગેશ્વરી રોડ, વિદ્યા સાગર સ્કૂલ ની બાજુમાં આવેલ એટીએમ મશીન પાસે સોલંકી ભાવેશભાઈ પ્રવીણભાઈ હરખાભાઈ ઉપર તારીખ 18/08/24 ના રાત્રે 10 થી 11 ના સમયગાળામાં તેની ઉપર ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
ત્રીજી હત્યાની ઘટના દાણીલીમડા વિસ્તારમાં બની હતી.
અમદાવાદ શહેરમાં આવેલા દાણીલીમડા બેરલ માર્કેટ ખજુરી આલાહજરત મસ્જિદ પાસે હત્યાની ઘટના બની હતી .સૂત્રો ની માહિતી મુજબ જાણવા મળ્યું છે કે સબાના ખાતુંન નામની મહિલાએ ઘટનાને અંજામ આપ્યો હતો. મૌતકના પરિવારજનોનું કહેવું છે કે ઘણા સમયથી આ મહિલા મરનાર વ્યક્તિને બ્લેકમેલ કરી પૈસા પડાવતી હોવાનું પણ સામે આવ્યું હતું.સવારના લગભગ પાંચથી છ વાગ્યાની આસપાસ ઘરે બોલાવીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. સબાનાખાતુંન નામની આ વ્યક્તિ આલા હજરત મસ્જિદ પાસે આવેલ મકાનમાં ભાડા ઉપર રહેતી હતી.હૈદર અલીને દગાથી બોલાવીને હત્યા ને અંજામ આપ્યો હતો. આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિકોને થતાં જ ત્યાંના રહેવાસીઓ દાણીલીમડા પોલીસને જાણ કરી હતી. દાણીલીમડા પોલીસના જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યા કરનાર મહિલાની ધરપકડ કરી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.