ભરૂચમાં મારુતિવાન ગાડીમાંથી રૂ. 7 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એક ને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ - At This Time

ભરૂચમાં મારુતિવાન ગાડીમાંથી રૂ. 7 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એક ને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ


ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિયન અંતર્ગત જિલ્લાના તમામ પોલીસ મથકોમાં સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. ની ટીમ દ્વારા મારુતિવાન ગાડી માંથી રૂપિયા 7 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નસાયુક્ત પદાર્થની હેરાફેરી અને ખરીદ વેચાણ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પરિણામ લક્ષી કામગીરી કરવા વિવિધ પોલીસ મથકને સૂચના આપવામાં આવ્યું હોય, જે અનુસંધાને એસ.ઓ.જી.ની ટીમને પેટ્રોલિંગ કામગીરી દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે મારુતિવાન ગાડીમાં ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરવામાં આવનાર હોય જે ચોક્કસ બાતમી ના આધારે એસ.ઓ.જી ના પી.આઈ એ. એ. ચૌધરી તથા તેની ટીમે બાતમી વાળી જગ્યા પર રેડ પાડતા પ્રકાશ અંબાલાલ પટેલ ઉમર વર્ષ 47 રહે. મસ્જિદ પાસે રહાડપુર તા.જી. ભરૂચ ની કબજા ભોગવટાની મારુતિવાન ગાડી નંબરGj- 16- AU- 0314 માંથી ગેરકાયદેસર નશાકારક ડ્રગ્સનો જથ્થો 62 ગ્રામ કિંમત રૂપિયા 6, 20, 000 એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા 15,000 એક ડિજિટલ વજન કાંટો કિંમત ₹100 પ્લાસ્ટિકની નાની જીકો લોક વાળી થેલી નંગ 20 કિંમત રૂપિયા : 00 એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલી મારુતિવાન ગાડી નંબર GJ16 AU0314 કિંમત રૂપિયા 75000 મળી કુલ રૂપિયા 7,10,100 ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશ અંબાલાલ પટેલ ની ધરપકડ કરી પોલીસે એન. ડી. પી. એસ. એક્ટ કલમ 8C, 22C, 25 મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.