મોટા ખુંટવડા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં સુવિધાના અભાવે દર્દીઓ પરેશાન - At This Time

મોટા ખુંટવડા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં સુવિધાના અભાવે દર્દીઓ પરેશાન


મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના રહેવાસી સંજયભાઈ ઠોળીયાની ૪ વર્ષ ની દિકરી આસ્થા ના કાનમાં જીવડું ઘુસી ગયેલ જેને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં રાત્રે સમય ૧૦:૩૦ વાગ્યે આરોગ્ય સારવાર અર્થે લાવવામાં આવી હતી ત્યારે હાજર સ્ટાફ દ્વારા દિકરીનના કાનમાં ઘુસી ગયેલ જીવડાં બાબતે તપાસ કરવામાં આવી હતી તપાસ કર્યા બાદ કાનમાં જીવડું મરી ગયેલ હાલતમાં જોવા મળ્યું હતું પણ સ્ટાફ દ્વારા દિકરીનાં પપ્પા ને તેવું જણાવવામાં આવ્યું કે કાનમાંથી જીવડું કાઢવા માટે અમારા પાસે હોસ્પિટલમાં ચીપીયો નથી તેના કારણે અમે કશું જ અહિયાં નહીં કરી શકીએ માટે હવે તમારે આ દિકરીને તાત્કાલિક મહુવા લઈ જવી પડશે તેમ કહી મોટા ખુંટવડા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી ત્યાર બાદ દિકરીના પપ્પા દ્વારા ગામની જ પ્રાઈવેટ હોસ્પિટલમાં આસ્થા ને લઈ જવામાં આવી ત્યાં ડોક્ટર દ્વારા તપાસ કરી કાનમાંથી મરી ગયેલ હાલતમાં જીવડું બહાર કાઢવામાં આવ્યું હતું તો આવી રીતે વારંવાર રેફરલ હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીના કારણે સારવાર અર્થે આવતા દર્દીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયાના આરોગ્યલક્ષી બજેટ જાહેર કર્યાના મોટા તાયફાઓ મારવામાં આવે છે ત્યારે મોટા ખુંટવડા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં ચીપીયાની અસુવિધા જોવા મળી રહી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.7567026877


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.