સુઈગામ-ભાભર નેશનલ હાઇવેની સાઈડમાંથી ભુમાફીયાઓની ખનીજચોરી તંત્ર અજાણ કે મેળાપીપણું.??? - At This Time

સુઈગામ-ભાભર નેશનલ હાઇવેની સાઈડમાંથી ભુમાફીયાઓની ખનીજચોરી તંત્ર અજાણ કે મેળાપીપણું.???


સુઈગામ થી ભાભર જતા નેશનલ હાઇવે પરના બેણપ ગામના પાટીયા નજીકના પેટ્રોલપંપની આજુબાજુ છેલ્લા કેટલાક સમયથી ભુમાફિયાઓ ખુલ્લે આમ ખનીજ ચોરી કરી રહ્યા છે પરંતુ તંત્ર આ વાતથી સાવ અજાણ હોય તેમ ચૂપ બેસી રહ્યું છે, જો કે તંત્રને ઘણીવાર આ નેશનલ હાઇવે પરથી પસાર થવાનું થતું હોય છે,ત્યારે આ ખનિજચોરી કેમ દેખાતી નહિ હોય તે પણ એક સવાલ આમ જનતામાં થઈ રહ્યો છે, જોકે હમણાં સુઈગામ ભાભર નેશનલ હાઇવે પર આવેલ પેટ્રોલપંપની નજીકમાં નેશનલ હાઈવેની સાઈડમાંથી જ ઊંડું ખોદાણ કરી ભુમાફિયાઓ ખનીજ ચોરી ગયા છે તેમ છતાં હજુ નેશનલ હાઇવે ઓથોરિટીએ કે ખનીજ વિભાગ,મામલતદાર કે અન્ય જવાબદારતંત્ર આ બાબતે કોઈ કાર્યવાહીના કરતાં ભુમાફિયાઓને મોકળું મેદાન મળતાં ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે.
આમ તો જિલ્લાના છેવાડાના તાલુકાઓ સુઈગામ,ભાભર,વાવ જેવા સરહદી વિસ્તારોમાં ખુલ્લેઆમ ભુમાફિયાઓ ખનીજ ચોરી કરતા હોય છે જે ખનીજ ચોરીના ડમ્પરો,ગાડીઓ, ટ્રેક્ટર ટ્રોલીઓ વગેરે ભરીને રોડ પર લગામ વગરના ઘોડાની જેમ બેફામ ધૂળની ડમરીઓ ઉડાવતા તંત્રની આંખ સામેથી જતા હોય છે, તેમ છતાં સરહદી વિસ્તારોમાંમાં થતી ખનીજચોરી અટકાવવાનું તંત્ર તસ્દી લેતું નથી હોતું, જિલ્લાના આ છેવાડાના વિસ્તારમાં ખનીજચોરો ભુમાફિયાઓ પર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી સટીક દાખલો નહીં બેસાડાય ત્યાં સુધી ભુમાફીયા ખુલ્લેઆમ ખનીજચોરી કરતા રહેશે અને તંત્રના આંખ આડા કાન કરવાની ટેવને કારણે સરકારી તિજોરીને નુકશાન થતું રહેશે તેમજ તંત્રમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓનાં ખીસ્સા ભરાતાં રહેશે, હવે જોવું રહ્યું કે આવનાર સમયમાં તંત્ર જાગે છે કે પછી ખીસ્સું ગરમ કરી આંખ આડા કાન કરે છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.