આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય
તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે PMJAY કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.વાર્ષિક ધોરણે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે
આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? શું લાભ મળશે?, ડોક્યુમેન્ટ્સ શું જોશે? કઈ જગ્યા એ અરજી કરવી અને ઘણું બધું.
આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે. આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પ્રત્યેકને દસ કરોડથી વધુ પરિવારોને રૂ.5 લાખ ના આરોગ્ય વીમા (PMJAY Insurance) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે
વિભાગ- નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર
ક્યારે શરૂ કરવામાં આવી- સપ્ટેમ્બર ૨૦૧૮
લાભાર્થી- ભારતીય નાગરિક
મુખ્ય ફાયદા- યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 5 લાખ સુધી વીમો
યોજનાનો ઉદ્દેશ- જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો
હેલ્પલાઇન નંબર- 14555/1800111565
નીચે આપેલ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના રહેશે
1) આધાર કાર્ડ
2) રેશનકાર્ડ
3)આવકનો દાખલો મામલતદારશ્રી નો
4) મોબાઈલ નંબર
___________________________
રમેશ જીંજુવાડીયા-મોટા ખુંટવડા (મહુવા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.