મોલ માં શોપિંગ ના બાને ચોરી કરતા ત્રણ મહિલાઓ ને પકડી પાડતી ઇન્ફોસિટી પોલીસ
તા:-૦૫/૦૭/૨૦૨૨
ગાંધીનગર
ગાંધીનગર ઈન્ફોસીટી પોલીસ ચોરી કરતી મહિલા ને બાતમી ના આધારે મુદ્દામાલ સાથે પકડી પાડતી ઈન્ફોસીટી પોલીસ
ગાંધીનગરમા બનતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ ગાંધીનગર રેન્જ આઈ.જી.પી શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ જીલ્લાના તમામ સબંધીત અધિકારી શ્રી ઓને જરૂરી સુચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર શ્રી વી.જી.રાઠોડ નાઓએ તાબાના અધિકારીઓને પેટ્રોલીંગમા ફરી ગુન્હા શોધી કાઢવા સારૂ જરૂરી સુચના આપેલ જે અન્વયે તા.૦૫/૦૭/૨૦૨૨ ના રોજ ઈન્ફોસીટી પો.સબ.ઈન્સ એ.જે.શાહ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના પો.કોન્સ શાહરૂખ ગુલામમહંમદ નાઓને બાતમી હકિકત મળેલ કે કુચન માર્ટ,શોપ નંબર ૦૧,યશ પ્લાઝા રાયસણ ખાતે ત્રણ મહિલાઓ ચોરી કરવાના ઈરાદા થી સદર કુચન માર્ટમાં પ્રવેશ કરેલ છે જે બાબતે કિચન માર્ટના માલિકને જાણ થતા તેમને અમો પોલીસને જાણ કરી બોલાવેલ અને સદર મહિલાઓની પો.સ.ઈ શ્રી એ.જે.શાહ નાઓએ સદર દુકાનમા પ્રવેશ કરવા બાબતે પુછ-પરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહિ અને ગલ્લા-તલ્લા કરી ગોળ-ગોળ જવાબ આપતીઓ હોય સદર સદરી મહિલાઓની પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા ત્રણે મહિલાઓ પાસેથી શુધ્ધ ઘી ૬ કિલો તેમજ બજાજ આર્મન ડ્રોપસ તેલની બોટલ નગ ૦૩ તથા ઓલીવર ઓઈલ તેલની પ્લાસ્ટીકની બોટલ નંગ ૦૨ મળી કુલ કિંમત ૬૦૪૪/- નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોકત ગુન્હાના કામે આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
આ કામે પકડાયેલ આરોપીનુ નામ:- નં
(૧) ખુશબુ નિલેશભાઈ ઘમડે ઉ.વ-૩૫ નં
(૨) શકુંતલા નટવરભાઈ ઘમડે ઉ.વ-૬૦ બન્ને રહે ફ્રી કોલોની,છારા નગર,કુબેરનગર,અમદાવાદ નં
(૩) આરતી ધનશ્યામભાઈ રાઠોડ ઉ.વ-૩૨ રહે મહાજનવાસ,નરોડા પાટીયા નજીક,નરોડા અમદાવાદ
આ કામગીરી કરનાર ઈન્ફોસીટી પો.સ્ટેના અધિકારી/કર્મચારી
(૧)એ.જે.શાહ પો.સબ.ઈન્સ
(૨)અ.હે.કો અમરતભાઈ કરમશીભાઈ બ.નં ૧૨૪૯
(૩) અ.હે.કો અકબરમીયા ઈબ્રાહિમમીયા બ.નં ૧૨૦૮
(૪)અ.હે.કો વિનોદસિંહ ગોપાળસિંહ બ.નં ૧૩૯૪
(૫)અ.પો.કો શાહરૂખ ગુલામમહંમદ બ.નં ૭૮૬
(૬)અ.લો.ર રતનસિંહ ભિખુસિંહ બ.નં ૨૩૬૨
આમ ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હો શોધી આરોપી તેમજ મુદ્દામાલને વટવા પોલીસ સ્ટેશન નાઓને સોંપી પ્રંશનીય કામગીરી કરેલ છે.
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.