દહેગામ રખિયાલ રોડ પર સરનામું પૂછવા રોડ ક્રોસ કરતા ટ્રક ડ્રાઇવર ને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું - At This Time

દહેગામ રખિયાલ રોડ પર સરનામું પૂછવા રોડ ક્રોસ કરતા ટ્રક ડ્રાઇવર ને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું


દહેગામ રખિયાલ રોડ પર આવેલ અહેમદપુરા કોલ્ડ સ્ટોરેજ પાસે સરનામું પૂછવા નીચે ઉતરેલા ડ્રાઇવર ને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી ફરાર થઇ જતા આ ડ્રાઇવર ને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ અંગે દહેગામ પોલીસે પંચનામું કરી ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામ રખિયાલ રોડ પર આવેલ અહેમદપુરા પાસે ટ્રક ડ્રાંઇવર ધોરાજી તાલુકાના અનિલભાઈ બાબુભાઇ ગુજ્જર અને કંડક્ટર રાજકોટ ના ઉલપેટા ના વતની ખીમાણંદ આહીર ગાંધીનગર ના અડાલજ ખાતે થી પેપર રોલ ખાલી કરીને સાંજે 4 વાગ્યાં ની આસપાસ દહેગામ અમરદીપ કોલ્ડ સ્ટોરેજ માં બટાકા ભરવા નીકરયા હતા અને સાંજે 8 વાગ્યાં ની આસપાસ દહેગામ રખિયાલ રોડ પર અહેમદપુરા પાસે સરનામું પૂછવા માટે ટ્રક બંધ કરી ડ્રાઇવર સરનામું પૂછવા સામે રોડ ક્રોસ કરતા પૂરઝડપ થી આવતી ટ્રક એ ટક્કર મારતા ડ્રાઇવર ને ગંભીર ઈજાઓ પહોંચાડી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો ત્યાર બાદ આજુબાજુ ના માણસો ભેગા થઇ ગયા હતા પરંતુ ડ્રાંઇવર ને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બાબતે દહેગામ પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..... એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon