ભાભરમાં વાવરોડ પર આવેલ બાલાજી સોસાયટીમાં વધુ એક મકાનમાં ચોરી સોનાના દાગીના સહિત રોકડ રકમ ની ચોરી - At This Time

ભાભરમાં વાવરોડ પર આવેલ બાલાજી સોસાયટીમાં વધુ એક મકાનમાં ચોરી સોનાના દાગીના સહિત રોકડ રકમ ની ચોરી


ભાભર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં વાવરોડ પર આવેલ બાલાજી સોસાયટી ભાગ-1માં આવેલ બંધ મકાનના તાળા તોડી ને સોનાના દાગીના સહિત રોકડ રકમની અજાણ્યા ઇસમો ચોરી કરી ગયેલ..
ગત બુધવારની રાત્રે ભાભર શહેરમાં વાવ રોડ પર આવેલ બાલાજી સોસાયટી ભાગ-1મા આવેલ મકાનમાં અજાણ્યા ઇસમો એ દરવાજાના તાળાં તોડીને અંદર પ્રવેશ કરીને મકાનમાં રહેલ સેટીપલંગ કબાટ સહિત ચીજવસ્તુઓ વેરવિખેર કરીને અંદર રહેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ગયેલ આ બાબતે સવારે ભોગ બનેલ મકાન માલીક રંજનમાસી(કિન્નર)નેજાણ થતાં ભાભર પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવેલ.રંજનમાસી એ જણાવ્યું કે અમો ગત બુધવારે નાથપુરા ગામે સંમેલનમાં ગયેલા હતા સવારમાં પરત ફરતા જોયું તો ઘરના તાળા તૂટેલા હતા ઘરમાં રાખેલ રૂપિયા ૪૫૦૦૦ હજાર રોકડા તેમજ સોનાના દાગીના કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયેલ.અત્રે ઉલ્લેખનીય છેકે કે આ સોસાયટીમાં અગાઉ ૧૫ દિવસ પહેલાં પણ બે મકાનો તેમજ વાવરોડ પર આવેલ પાર્લર દુકાનમાં ચોરી થયેલ જેનો હજુ સુધી ભેદ ઉકેલાયો નથી જેથી નગરજનો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો..


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.