રાજકોટ આવાસ યોજનાના કવાટર્સ ધારકોને રીપેરીંગ/રીનોવેશન કરાવી આપવા અંગે આવેદનપત્ર.
રાજકોટ શહેર તા.૧૩/૭/૨૦૨૪ ના રોજ રાજકોટમાં બનેલ અઘટીત ઘટના જેમ કે TRP ગેમ ઝોન મા બનેલ માન સર્જીત ધાતકી ઘટના ઘાતકી અપરાધ તા.૨૫-૫-૨૦૨૪ ના રોજ બનેલ બનાવમાં અનેક યુવાનો તથા નાના નાના બાળકો તેમજ બહેનો માતા ભસ્મ ભુત થઈ ગયેલ છે. આ ઘટના બાદ અચાનક રાજકોટ જાણે કે કૌભાંડની નગરી લાંચીઓની નગરી, ભ્રષ્ટાચારીરોની નગરી હોય તેવુ સાબીત થઈ રહ્યુ છે આ ઘટના બાદ વષીથી ચાલતા ગેરકાયદેસર ફાયર NOC વગરના શંકુલો, હોટલો, ગેમઝોન હતા તમામને સીલ કરવામાં આવી રહ્યા છે જે ખુબજ સારી બાબત છે. આવા ગેરકાયદેસર ચાલતા બાંધકામોની જવાબદારી તેમજ રહેણાંક મકાનના પાકીંગમા માર્જીનની જગ્યામાં ૫ -૬ દુકાનો ગેરકાયદેસર બનાવી વેચાણ કરવામાં આવી રહેલ છે અને પૈસાદાર ખુબજ ગેરકાયદેસર રીતે પૈસાદાર બનતો જાય છે. તેની કતેથી જે તે વોર્ડમાં ઈન્સ્પેકટરની જવાબદારી ફીકસ કરી તાત્કાલીક પગલા લેવા જોઈએ હાલ મા આવા ફાયર NOC વગરના સંકુલો પાસેથી બાહેંધરી મળવી સીલ પરત ખોલી આપવામાં આવે છે રાજનગર આવાસ યોજનમા રહેણાક ધરાવતા અમો અમો છેલ્લા ૨૫ વષીથી રહીએ છીએ. અને અમુક આવાસ ધારોકોના દસ્તાવેજ ૨૦૧૫ માં કરી આપેલ છે જે દસ્તાવેજની અંદર ક્વાર્ટરના ફોટા પાડી આપેલ છે. તેમા આ આવાસના ફોટાની અંદર જર્જરીત બીલ્ડીંગ તેમા અંદરની છતમાં સળીયા દેખાય છે ત્યારે કેમ સર્વે કરી નોટીસ આપવાની ફરજ ન પડી. રાજકોટ માં TRP ગેમ ઝોનની ઘટના બાદ તંત્રને આ આવાસ યોજના જજરીત છે તેવુ ઘ્યાનમાં આવેલ છે. ખરેખર આવાસ યોજના ભયજનક સ્થીતીમા મુકનાર છે કોણ છે? જો આવાસ યોજનાના અમો ક્વાર્ટર ધારકોએ અનેક વખત માખીક રજુઆત કરેલ હોવા છતા ઓમને કોઈ પ્રકારના રીપેરીંગ કે મરામત કરી આપવામા આવેલ નથી. અમો ક્વાર્ટર ધારકોની માંગણી છે કે તાત્કાલીક અસરથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સ્વપ્ન સમાન યોજના "પ્રધાનમંત્રી યોજના" મા સમાવેશ કરી તમામ ક્વાર્ટર ધારકોને આ પ્રધાનમંત્રી આવાસ ની સહાય ચુકવી આપી અમારા કવાટરોને રીપેરીંગ કરાવવા મદદરૂપ થવા નમ્ર અરજ છે. વિશેષ હાલ ચોમાસા દરમ્યાન અમો તમામ ક્વાર્ટર ધારકો સામે કોઈ અમાનવીય વ્યવહાર કરવામા આવશે તો ના છુટકે અમારે અમારા પરીવારના રક્ષણ અને જમીન માટે શૈક્ષણીક જરૂરીયા માટે, ધંધા રોજગાર જરૂરીયાત માટે આપની કચેરીમાં ધરણા કરવાની તેમજ આરણાંત ઉપવાસ અને આત્મ વીલોપન કરવાની જરૂરીયાત ઉભી થાશે જેની તમામ જવાબદારી અધીકારોઓ અને પદાધીકારીઓની રહેશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.