41 વર્ષનો થયો એમએસ ધોની, જાણો તેની કરિયર સાથે જોડાયેલી રસપ્રદ વાતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xyia6yc3mygxrtyn/" left="-10"]

41 વર્ષનો થયો એમએસ ધોની, જાણો તેની કરિયર સાથે જોડાયેલી રસપ્રદ વાતો


7 જુલાઈ 1981ના રોજ જન્મેલા ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુરુવારે 41 વર્ષના થઇ ગયા છે. એમએસ ધોનીએ તેની કારકિર્દીમાં તે બધું જોયું છે જેની કોઈ ખેલાડી માત્ર કલ્પના કરી શકે છે. ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાનો રસ્તો ધોની માટે આસાન નહોતો. 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે ડેબ્યૂ મેચ રમનાર ધોની આ મેચમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો. એમએસ ધોનીએ પાકિસ્તાન સામે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને વિશ્વને બતાવ્યું કે તેની પાસે કંઈક ખાસ છે. તેણે 123 બોલમાં 148 રનની ઇનિંગ રમી હતી. ધોનીએ 2 ડિસેમ્બર 2005ના રોજ શ્રીલંકા સામે તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે એમએસ ધોનીએ 1 ડિસેમ્બર 2006ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ મેચમાં પણ ધોની ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. બાળપણમાં ફૂટબોલ રમવાનું પસંદ કરતા મહેન્દ્ર સિંહ ધોનીએ ત્યારપછી પાછું વળીને જોયું નથી અને ક્રિકેટની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.

ધોનીને શરૂઆતથી જ મોટી હિટ ફટકારવાનો શોખ હતો અને તેનો ફાયદો ભારતીય ટીમને મળ્યો. પોતાની ધમાકેદાર રમતના કારણે તે તમામ ફોર્મેટમાં ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. ધોનીને તેના ક્રિકેટિંગ દિમાગને કારણે ટૂંક સમયમાં T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એમએસ ધોનીના નેતૃત્વમાં 2007 ICC T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી ધોનીએ ભારતીય ટીમને 4 વર્ષ બાદ 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ટ્રોફી અપાવી. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ નિવૃત્તિ લીધી હતી.

2007માં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો

2007માં જ્યારે એમએસ ધોનીને ભારતીય ટીમની કપ્તાની સોંપવામાં આવી ત્યારે કોઈ જાણતું ન હતું કે આ ખેલાડી ભારતને એક નહીં પરંતુ બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવશે. તેની કપ્તાનીમાં ભારતે ઘણી મોટી ટુર્નામેન્ટ જીતી અને તેની શરૂઆત ટી20 વર્લ્ડ કપથી થઈ. 2007માં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ધોનીએ ભારતનો પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી ધોનીને ટૂંક સમયમાં જ વનડે અને ટેસ્ટની પણ કેપ્ટનશીપ મળી ગઈ.

ભારત 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું

ભારતીય ટીમે છેલ્લે 1983માં કપિલ દેવના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારબાદ ઘણા કેપ્ટનોએ ટ્રોફી જીતવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈને સફળતા મળી નથી. પરંતુ 2011માં ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં સિનિયર અને યુવા ખેલાડીઓથી સજેલી ધોનીની ટીમે તે કારનામું કર્યું હતું, જેની દરેક દેશવાસીઓ 28 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. બાંગ્લાદેશની ધરતી પર બાંગ્લાદેશને હરાવ્યા બાદ જ ધોનીની કપ્તાનીમાં જીતની શરૂઆત થઈ હતી. આ પછી ભારતીય ટીમ આયર્લેન્ડ, નેધરલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં ભારતનો ઓસ્ટ્રેલિયા સાથે મુકાબલો હતો અને ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓને 5 વિકેટથી હરાવ્યું હતું. આ પછી, સેમિફાઇનલમાં તેમના કટ્ટર હરીફ પાકિસ્તાનને 29 રને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ભારતીય ટીમે ગૌતમ ગંભીર અને ધોનીની અડધી સદીની મદદથી ફાઇનલમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું અને 28 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બની.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]