લખતર તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા વિશ્વ પોલિયો દિવસ અંતર્ગત ત્રીદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયુ
લખતર તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા વિશ્વ પોલિયો દિવસ અંતર્ગત ત્રીદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયુ
એક દિવસ બુથ બનાવી બે દિવસ હોમ ટુ હોમ પોલિયોનું રસીકરણ કરવામાં આવ્યુવિશ્વ પોલિયો દિવસની વાત કરીએ તો આ દિવસની ઉજવણી રોટરી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી હતી પોલિયોની રસીની શોધ જોનાસ સાલક દ્વારા કરવામાં આવી હતી જોનાક સાલક અને તેમની ટીમે 1955 માં પોલિયોની રસીની શોધી કાઢી હતી પોલિયો વાસ્તવમાં એક ચેપી રોગ છે જે માત્ર વિકલાંગતા જ નહી પરંતુ જીવલેણ પણ બની શકે છે આ ચેપી રોગ જેને પોલિયોમેલીટીસ તરીકે ઓળખવામાં આવે છે ચેતાઓને ગંભીર અસર થાય છે જેના કારણે કરોડરજ્જુના હાડકા અને મગજને નુકશાન થઈ શકે છે લકવો થવો સાથે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે ક્યારેક આ મૃત્યુમાં થઇ શકે છે તેમોટે ભાગે 5 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે અને તેમને તેમના જીવનભર અસર કરે છે તેથી પોલિયોથી બચાવવા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીનો ડોઝ આપવો ખૂબ જરૂરી છે આથી લખતર તાલુકા હેલ્થ ઓફિસર હાર્દિક ચૌહાણ વણા મેડિકલ ઓફિસર હાર્દિક ઉપાધ્યાયના લખતર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 23.24.25 ત્રણ દિવસ લખતર ગામમાં પોલિયો રસીકરણ કરવા બેદિવસ હોમ ટુ હોમ પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું આરોગ્ય કર્મચારી સાથે આશાવર્કર દ્વારા પોલિયો રસીકરણ કરવામાં આવ્યુ હતુ
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.