ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકામાં ઠેક ઠેકાણે ગંદકીનાં ગંજ ગંદવાડ દૂર કરવાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકામાં ઠેક ઠેકાણે ગંદકીનાં ગંજ ગંદવાડ દૂર કરવાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું


ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં ગંદકીના ગંજનાં ઢગલાં જોવાં મળે છે અનેક વખત તલાટી કમ મંત્રી તેમજ વહીવટીદારને રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈપણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે આજે ગીર ગઢડા તાલુકો બન્યા એમને સાત થી આઠ વર્ષ થવા છતાં પણ હાલ હજુ પણ શહેરી જેવું વાતાવરણ જોવા મળતું નથી અનેક જગ્યાએ ગટરોમાં પાણી ઉભરાઈ જવાથી ગીર ગઢડા તાલુકાનાં લોકોની હાલત કફોડી બની છે અને અનેક જગ્યાએ ગંદકીનાં ગંજના ઢગલાંથી રોઞચાળો ફાટવાની પણ શક્યતા દેખાઈ રહી છે જવાબદાર કોણ સરકાર કે સરકારી બાબુઓ ??? હાલમાં અત્યારે લોકોમાં ભયનો માહોલ પણ જોવાં મળે છે ત્યારે આજે ગીર ગઢડા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આ ગંદકીનાં ગંજને દૂર કરવાં રજૂઆત કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી પ્રજા માટે શું નિર્ણય લેશે ??? એ તો આવતાં સમયમાં જોવાં મળશે

જેમાં ગીર ગઢડા તાલુકામાં રામ મંદિર શોક તેમજ હુસેની શોકમાં તેમજ મેન બજાર કહેવામાં આવે છે ત્યાં હજારો લોકોની અવરજવર હોવાં છતાં પણ આ ગંદકીનાં ગંજને હટાવવામાં આવતાં નથી કે કોઇ અધિકારીઓને પેટમાં પાણી પણ હલતું નથી એવો લોકોએ વિરોધ કર્યો હતો જેમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટર પણ હોય છે તેમના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવાની ફરજ પડી રહી છે જેમાં ઠેકાણે ગટરો ભરાવાથી આખું ગીર ઞઢડા ત્રાહિમામ પોકારી ગયું છે જેમાં ગંદકીની સુગંધ પણ એટલી હદે પહોંચી છે કે ફેલાય છે કે આજુબાજુનાં લોકોને રહેવું પણ મુશ્કેલ સમાન છે અનેક વખત મીડિયા સમાચાર પત્રોમાં પ્રેસ નોટ આપવામાં છતાં પણ અધિકારીઓનાં પેટમાં પાણી હલતું નથી જાણે અધિકારીઓ પણ રોગ શાળો ફાટવાની રાહ જોતાં હોય એવું પણ જોઈ રહ્યા છે અને અધિકારીઓને ઓફિસમાં લીલા લહેર હોય એવો પણ લોકોએ વિરોધ દર્શાવ્યો હતો

જેમાં અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાતાં એક પ્રેસ પ્રતિનિધિ ધર્મેશભાઈ રૂપારેલીયાને આવેદન આપવાની ફરજ પડી હતી અને સ્થાનિક આગેવાન ઇમરાન લીલાની દ્વારા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક ગંદા પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપી હતી તેમ છતાં પણ યોગ્ય કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ઞીર ઞઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon