ગુજરાત બોર્ડ પરીક્ષા ફોર્મની ભરવાની તારીખ લંબાવાઈ: ધો.10-12 સાયન્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ - At This Time

ગુજરાત બોર્ડ પરીક્ષા ફોર્મની ભરવાની તારીખ લંબાવાઈ: ધો.10-12 સાયન્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ


ગુજરાત બોર્ડ પરીક્ષા ફોર્મની ભરવાની તારીખ લંબાવાઈ: ધો.10-12 સાયન્સ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ખાતે નોંધાયેલી રાજ્યની તમામ માધ્યમિક શાળાઓ માં ધોરણ 10ની ફેબ્રુઆરી, 2025ની બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો લેટ ફી સાથે ઓનલાઈન ભરવાની અંતિમ તા.22 ડિસેમ્બરને રવિવાર છે. જે બે દિવસ લંબાવીને તા.24 ડિસેમ્બરને મંગળવાર કરવામાં આવી છે. જે શાળાઓએ પ્રિન્સિપલ એપ્રુવલ આપવાનું બાકી છે. તેઓએ તાત્કાલિક પ્રિન્સિપલ એપ્રુવલ આપી દેવાનું રહેશે તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે. આવેદનપત્રમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો અંતિમ તા.26 ડિસેમ્બરને ગુરુવારે રાતના 12 વાગ્યા સુધી કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે અને બાકી રહેતી અને ચૂકવવાની થતી ફી તા.30 ડિસેમ્બર સુધી ભરી શકાશે તેમ ભાવનગર ડીઇઓ કચેરીના બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

આ ઉપરાંત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી, 2025ની બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો લેટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ 22 ડિસેમ્બર છે જે એક દિવસ માટે લંબાવીને 23 ડિસેમ્બર કરવામાં આવી છે. જે શાળાઓએ પ્રિન્સિપલ એપ્રુવલ આપવાનું બાકી છે તેઓને તાત્કાલિક પ્રિન્સિપલ

એપ્રુવલ આપી દેવાનું રહેશે. આવેદનપત્રમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપલ એપ્રુવલ કરવાનું બાકી હોય તો તે માટે અંતિમ તા.24 ડિસેમ્બર રાત્રીના 12 વાગ્યા સુધી કરી દેવાનું રહેશે. બાકી રહેતી ફીની ચૂકવણી 26 સુધીમાં કરી શકાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.