વઢવાણમાં ખાંડીપોળ નળીયાપા માં રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા. - At This Time

વઢવાણમાં ખાંડીપોળ નળીયાપા માં રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા.


શ્રાવણિયો જુગાર રમવા પર પોલીસની બાજ નજર

રોકડા રૂ.17,320 તથા મોબાઇલ નંગ 5 કિ.રૂ.21,000 તથા મોટરસાયકલ નંગ 3 કિ.રૂ.95,000 સહિત કુલ રૂ.1,33,320 નો મુદ્દામાલ જપ્ત કર્યો

વઢવાણ ટાઉન વિસ્તારમાં સ્ટાફ પેટ્રોલિંગ કરી જુગારની હકીકત મેળવી કેસો કરવા સૂચના કરતા બાતમી આધારે પરેશભાઈ જયંતિલાલ ધોળકિયા રહે વઢવાણ માધાવાવ વાળો પોતાના રહેણાંક મકાનમાં રૂમમાં બહારથી માણસો બોલાવી અંગત ફાયદા માટે પૈસાની હારજીતનો તિન પત્તીનો જુગાર રમાડે છે જે બાતમી આધારે વઢવાણ પોલીસ દ્વારા પીએસઆઇ ડી ડી ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ, રણજીતસિંહ, અજીતસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા હકીકત વાળી જગ્યાએ રેડ કરતા પરેશભાઈ જયંતીલાલ ધોળકિયા જાતે કંસારા ઉ.48 વઢવાણ માધાવાવ પાસે, પરિમલભાઈ સુરેશભાઈ આચાર્ય જાતે સાધુ બ્રાહ્મણ ઉ.28 વઢવાણ મસ્જીદ ચોક કામદાર પા, દિપેશભાઈ નટવરલાલ કરથીયા જાતે કંસારા ઉ.35 વઢવાણ માધાવાવ પાસે, ભાવેશભાઈ પ્રવીણભાઈ માવાણી જાતે કંસારા ઉ.33 વઢવાણ એસબીઆઇ બેન્ક સામે, મહાવીરસિંહ રવુભા બોરાણા જાતે કારડીયા રાજપુત ઉ.31 વઢવાણ હુડકો સોસાયટી વાળાઓને ઝડપી રોકડ રૂ.17,320 તથા મોબાઇલ ફોન નંગ 5 કિ.રૂ.21,000 તથા મોટરસાયકલ નંગ 3 કિ.રૂ.95,000 એમ કુલ મળીને કિ.રૂ.1,33,320 ના મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon