વિરપુરની અંબીકા સોસાયટી પાસે ગમખ્વાર અકસ્માત... - At This Time

વિરપુરની અંબીકા સોસાયટી પાસે ગમખ્વાર અકસ્માત…


અકસ્માતમાં વૃધ્ધનુ ઘટના સ્થળે મોત...

મહિસાગર જીલ્લાના વિરપુર બાલાસિનોર રોડ પર આવેલી અંબીકા સોસાયટી પાસે પુરપાટ ઝડપે દોડી આવેલા ડમ્પરે એક બાઇક પર સવાર ત્રણ લોકોને ટક્કર મારતા ત્રણમાંથી એક વૃધ્ધનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. બનાવ બાદ ચાલક પોતાનુ ડમ્પર લઈને ભાગી છુટ્યો હતો. બીજી તરફ વિરપુર પોલીસ રસ્તા ની બાજુમાં આવેલ દુકાનો ના સી સી ટીવી ફૂટેજ ના સહારે ડમ્પર નો નંબર મેળવી ચાલક સુધી પહોંચવાની કવાયત શરૂ કરી છે મળતી વિગતો અનુસાર વિરપુર ખાતે આવેલી અંબીકા સોસાયટી પાસે બાબુભાઈ સાંકળચંદ મારવાડી ઉમંર- ૮૧ રહે મુ- વરધરા તા- વિરપુર જી-મહિસાગરના રહીશ જે જેઓ તેમના પુત્ર અને પત્ની સાથે ઘરે વરધરા ખાતે વિરપુરથી નીકળ્યા હતા તે દરમિયાન અંબીકા સોસાયટી પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પર પુરપાટ ઝડપે આવી બાબુભાઈ મારવાડીના બાઈકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી આ દરમિયાન બાઈક સવાર ત્રણ વ્યક્તિ રોડ પર પટકાયા હતા જેમાં બાબુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું તો આ બનાવમાં બાબુભાઈના પત્ની અને પુત્રને પણ ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે બનાવની જાણ વિરપુર પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી બનાવના પગલે સ્થળ પર લોકોની ભારે ભીડ જામી હતી પોલીસે હાલતો અજાણ્યા વાહન થી અકસ્માત નો ગુનો નોંધી સ્થળના આજુબાજુ આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદ લઈ ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image