બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું; હોટલ,લોજ,ગેસ્ટ હાઉસ ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
ત્રાસવાદી/અસામાજિક તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોર્ડિંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે જેને અનુલક્ષીને હોટલ, લોજ, બોર્ડિંગમાં આશરો આપતા માલિકો ઉપર કેટલાંક નિયત્રંણો લાદવાની આવશ્યકતાને ધ્યાને લઇને દેશની સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.પટેલે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં હોટલ-લોજ-બોર્ડિંગમાં કોઈપણ નાગરીક આવે ત્યારે તેના ડૉક્યુમેન્ટની વિગતો કોપી સહીતની લેવી, ડોક્યુમેન્ટ વગરના તેમજ અજાણ્યા નાગરીકોને હોટલ, લોજ, બોર્ડિંગમાં પ્રવેશ આપવો નહી, તમામ નાગરીકના નામ, સરનામા, મોબાઈલ, ટેલિફોન સહિતના નક્કર પુરાવા મેળવવા, બોટાદ જિલ્લામાં કઈ જગ્યાએ ક્યાં કામ માટે કોને કોને મળવાના છે, કેટલો સમય રોકાવાના છે તેની સંપૂર્ણ વિગત મેળવવી, કોઈપણ નાગરીકની હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, બોર્ડિંગમાં શંકાસ્પદ હીલચાલ જણાયેથી તાત્કાલિક પોલીસને જાણ કરવી.
હોટલ/લોજ/બોર્ડિંગમાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખવી અને સી.સી.ટી.વી રેકોર્ડીંગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. હોટલ/લોજ/બોર્ડિંગ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર રજીસ્ટરમાં નોંધવાનો રહેશે. જો પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલા હોય તો તે મુજબ રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે. હોટલ/લોજ/બોર્ડિંગ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ માટે આવતા તમામ નાગરીકોની અન્ય જરૂરી માહિતી તમામ માહિતી રજીસ્ટરમાં નોધવાની રહેશે.
આ ઉપરાંત હોટલ/લોજ/બૉર્ડિંગ/ગેસ્ટહાઉસના માલીકો જ્યારે કોઇપણ વ્યક્તિને હોટલ/લોજ/બૉર્ડિંગમાં રહેવા માટે આશરો આપે ત્યારે માલીકે તેવા વ્યક્તિઓનું ID પ્રુફ અને પુરૂં નામ સરનામું મેળવી એક નકલ પોતાની પાસે રાખી રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે તેમજ પોલીસને જરૂર પડે મદદરૂપ થઇ શકે તે હેતુથી અમલવારી કરવાની રહેશે. આ જાહેરનામું તા.૨૩-૩-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
