કમલમ ખાતે ગાડીઓ ભાડે જોઈએ છે કહી લોકો પાસેથી ગાડીઓ લઈને ગીરવે મૂકવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી એક આરોપીની ધરપકડ. - At This Time

કમલમ ખાતે ગાડીઓ ભાડે જોઈએ છે કહી લોકો પાસેથી ગાડીઓ લઈને ગીરવે મૂકવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી એક આરોપીની ધરપકડ.


કમલમ માં ભાડે ફોર વ્હીલર ગાડીઓ ભાડે જોઈએ છે એમ કહી ગાડીઓ ને ગીરવે મુકવાનાં કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.આરોપીએ 76 જેટલી ફોર વ્હીલર ગાડીઓ ગીરવે મૂકી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, જેમાંથી ક્રાઈમ બ્રાન્ચે હાલ 35 જેટલી ગાડીઓ રિકવર કરી છે. ક્રાઈમ બ્રાન્ચે કૌભાંડનાં મૂળ સુધી પહોંચવાની કવાયત શરૂ કરી દીધી છે.આરોપીના કૌભાંડ આચવરા પાછળનો હેતુ એના પર થઈ ગયેલું દેવું સામે આવ્યું હતું.

વિસ્તારથી આ કૌભાડની વાત કરીએ આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીએ આવનાર લોકસભા ઈલેકશન માં ભાજપના કાર્યાલય કમલમ ખાતે ગાડીઓ ભાડે જોઈએ છે અને દર મહિને 25000 થી 36000 સુધી ભાડા પેટે ચૂકવવામાં આવશે તેવું પ્રલોભન આપી 76 લોકો પાસેથી ગાડીઓ લઈને અન્ય જગ્યાએ ગીરવે મૂકી મોટું કૌભાંડ આચર્યુ હતું.આરોપી દ્વારા અલગ-અલગ ફાયનાન્સરો ને ત્યાં ગીરવે મુકેલી 35 ગાડીઓ ક્રાઈમ બ્રાન્ચે રિકવર કરી લીધી છે,જયારે અન્ય ગાડીઓ રિકવર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

સૌથી વધુ ગાડીઓ વિસનગર પાસે આવેલ ભાલજ ગામમાંથી મળી આવી હતી અને સાથે જ જ્યારે પોલીસ ભાલજ ગામમાં તપાસ અર્થે પહેલીવાર પહોંચી હતી ત્યાં જ ઈમરાન નામના શખ્સની સંડોવણી સામે આવી હતી.આ દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દૌર શરૂ કર્યો છે.એફએસએલ ની પણ મદદ લેવામાં આવી છે,એ જાણવા કે રિકવર કરેલ ગાડીઓ કોઈ અપરાધમાં તો શામેલ નથી થઈને.

ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી પર સાત થી આઠ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હોવાથી ભાડે ગાડીઓ લઈને ગીરવે મૂકવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.આ સિવાય દર મહિને ગાડીઓના માલીકોને દર મહિને ભાડુ ચૂકવતો હોવાની પણ કબુલાત આરોપી દ્વારા કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું કે, પકડાયેલા આરોપી પ્રિન્સને ગાડીઓ ભાડે લેવાનો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો, પરંતુ લોકસભાની ચૂંટણીના બહાને વધુ ગાડીઓ ભાડે મળતી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રિન્સે એવો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીએ કોઈ કોન્ટ્રાક્ટર સાથે જોડાયેલ છે કે કેમ તથા આ કૌભાંડમાં અન્ય કોઈ પોલીસ કર્મચારી કે ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેને અંગે તપાસ શરૂ કરાઈ છે.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.