આદિવાસી સમાજની વર્ષો પુરાણી પરંપરા યથાવત ; ગરબાડામાં દંડવત કરી લોકો ગાય ગોહરી પડ્યા: ઉત્સવને માણવા લોકો ઉમટ્યાં - At This Time

આદિવાસી સમાજની વર્ષો પુરાણી પરંપરા યથાવત ; ગરબાડામાં દંડવત કરી લોકો ગાય ગોહરી પડ્યા: ઉત્સવને માણવા લોકો ઉમટ્યાં


ગરબાડા: ગરબાડા ખાતે ઉજવાતા પારંપારીક ગાય ગોહરીનાં ઉત્સવમાં દંતવત પ્રણામ કરીને અનેક લોકો અવાર નવાર ગાયગોહરી પડતા જોવા મળ્યા હતા. વર્ષોથી ચાલી આવતા આ ઉત્સવને માણવા માટે માનવ મહેરામણ ઉમટ્યુ હતું.

ગરબાડા પંથકમાં વસતા આદિવાસીઓની તહેવાર મનાવવાની રીત ન્યારી છે. દીવાળી પર આવતા ગાયગોહરીના તહેવારને ઉજવવા માટે તેઓમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. ગાયગોહરીના આ તહેવાર પર ખેડૂતો પોતાના પશુધનને શણગારવા માટે હજારોનો ખર્ચ કરતાં હોય છે અને પોતાના પશુધનને મહેંદિ, કલર, ઘુઘરા, મોરીંગા, મોરપીંછ, રીબીનો, ફુગ્ગા વડે શણગારીને નવા વર્ષના દિવસે સવારના 10 કલાકે ગરબાડા ખાતે ગોહરી પાડવા માટે લાવવામાં આવ્યા હતા.
રામજી મંદિરનો અંકુટ પત્યા બાદ ગામનો પટેલ તથા પુંજારો કુંવારી વાછેડીને વધાવીને ગાયગોહરી પાડવાની શુભ શરૂઆત ડોલનગારા સાથે કરતા જ એક તરફ ફટાકડાની આતશબાજી પશુધનનાં ઘુઘરાનો રણકાર તથા ઢોલના અવાજ સાથે ખેડૂત ભાઇઓ દંડવત પ્રણામ કરીને વર્ષ દરમીયાન કરેલી ભુલોના પ્રાયશ્ચીત રૂપે ગોહરી પડવામાં આવી હતી. અને કેટલાંય શ્રધ્ધાળુઓના શરીર પરથી ગૌધન સહિત બળદોનું ઘણ પસાર થાય છે. ગોહરી પાડી પશુ ધન માટે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

*ગરબાડામાં મોટી ગાય ગોહરી પડાઇ*

આમ તો ગાય ગોહરીનો આ તહેવાર આખા તાલુકાનાં મોટા ભાગના ગામોમાં ઉજવવામાં આવે છે. જેમાં અમુક ગામનાં લોકો સવારે ગાયગોહરી પાડે છે જ્યારે અમુક ગામનાં લોકો સાંજના ચાર કલાકે ગાયગોહરીનો આ ઉત્સવ મનાવે છે. જેમાં સૌથી મોટી ગાયગોહરી ગરબાડા ખાતે થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.