ડભોઈના વતની હિરેનભાઈ સોની અને એમની ટીમનાં પ્રયત્નોથી -આફ્રિકન દેશ બુરુન્ડીમાં પ્રથમ વખત હોળી - ધૂળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી - At This Time

ડભોઈના વતની હિરેનભાઈ સોની અને એમની ટીમનાં પ્રયત્નોથી -આફ્રિકન દેશ બુરુન્ડીમાં પ્રથમ વખત હોળી – ધૂળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી


રિપોર્ટ -નિમેષ સોની,ડભોઈ

વડોદરા જિલ્લાના ડભોઈના વતની અને ડભોઈના ગૌરવ સમાન હિરેનકુમાર રમેશચંદ્ર સોની અને હિંદુ મંડળના પ્રમુખ હિતુલ ખેતિયા સહિત હિંદુ સ્વયંસેવકોના જૂથના સમર્થનથી બુજમ્બુરા, બુરુન્ડી, આફ્રિકામાં પ્રથમ વખત હોળીના તહેવારની ઉજવણીની શરૂઆત કરવામાં આવી.
વડોદરા જિલ્લાના ડભોઇના વતની હિરેનકુમાર રમેશચંદ્ર સોનીએ યુવાનોની બેઠક બોલાવી અને હિન્દુ સ્વયંસેવકોનું એક જૂથ બનાવ્યું અને હિન્દુ મંડળમાં હોળીના આ પવિત્ર તહેવારની શરૂઆત કરવા માટે પહેલ કરી. બુજુમ્બુરાના તમામ હિન્દુ સમુદાયે કાર્યક્રમમાં હાજરી આપી અને હોળીની પૂજા કરી અને ખૂબ આનંદ માણ્યો. સમગ્ર હિન્દુ સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાય વર્ષો બાદ હિન્દુ સંપ્રદાયના તહેવારોનો આનંદ વિદેશમાં પણ મળતાં હિંદુ સંપ્રદાયના યુવાનો ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. તેઓના જણાવ્યા પ્રમાણે હિન્દુસ્તાનની સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં જગવિખ્યાત માનવામાં આવે છે અને હલ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ સમગ્ર વિશ્વમાં એટલું જ માન સન્માન મળતું આવ્યું છે, આમ, સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સતત સન્માનનીય રીતે આગળ વધી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ, બુજમ્બુરા, બુરુન્ડી, આફ્રિકામાં માત્ર નાના પાયે રંગોત્સવ જ બનાવવામાં આવતો હતો. પરંતુ આ વર્ષે હોલિકાનું દહન કરી હોળીની હિંદુ સંપ્રદાય મુજબ પૂજા અર્ચના કરી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ રીતે આફ્રિકન દેશમાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે હોળી - ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image