પરિવારે દારૂ માટે રૂપિયા ન આપતાં વૃદ્ધની આત્મહત્યા . - At This Time

પરિવારે દારૂ માટે રૂપિયા ન આપતાં વૃદ્ધની આત્મહત્યા .


બારીના સળિયા સાથે ગાળિયા બનાવી વૃદ્ધે ફાંસો ખાધો વારસિયામાં 23 વર્ષના યુવકે ગળાફાંસો ખાધો સયાજીગંજ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધને પરિવારે દારૂના પૈસા ન આપતાં લાગી આવ્યું હતું અને તેમણે ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી . તો બીજી તરફ વારસિયા વિસ્તારમાં 23 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હતું . પરશુરા ભઠ્ઠા પાસે આવેલા મહારાજ નગરમાં રહેતા ચંદ્રકાંત ભીસે ( ઉ . વ -61 ) છેલ્લા ઘણા સમયથી બેકાર હતા અને તેઓને દારુ પીવાની ટેવ હતી . તેઓએ મંગળવારે પરિવાર પાસેથી દારુ પીવાના પૈસા માંગ્યા હતા પણ પરિવારે આપ્યા નહોતા . જેથી રુમનો દરવાજો બંધ કરીને બારીના સળીયા સાથે ગાળીયો બનાવી આત્મહત્યા કરી લીધી હતી . ઘણા સમય સુધી બહાર ન આવતા પરિવારે દરવાજો તોડીને જોતા ચંદ્રકાંત ભાઈને લટકેલી હાલતમાં જોતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા . બીજી તરફ સવાદ ક્વોટર્સમાં રહેતો પાર્થ પાછી જીઆડીસીમાં નોકરી કરતો હતો . મંગળવારે તેની તબીયત સારી ન હોવાથી તે કામ પર ગયો નહતો . ઘરના અન્ય સભ્યો કામ પર જતા પાછળથી તેણે રસોડામાં લાકડાના ટેબલ પર એલ્યુમીનીયમનો ડબ્બો મૂકીને પતરાના શેડ સાથે તાંબાનો વાયર બાંધીને આત્મહત્યા કરી હતી . જ્યારે પરિવાર ઘરે આવ્યો ત્યાંરે પાર્થને આ હાલતમાં જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેમણે તાત્કાલિક પાર્થને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.