શહેરા તાલુકાના મીરાપુર ખાતે જમીન મામલે યુવકની થયેલી હત્યામાં આરોપી અને તેના પરિવારને આજીવન કેદની સજા ફટકારતી જીલ્લા કોર્ટ - At This Time

શહેરા તાલુકાના મીરાપુર ખાતે જમીન મામલે યુવકની થયેલી હત્યામાં આરોપી અને તેના પરિવારને આજીવન કેદની સજા ફટકારતી જીલ્લા કોર્ટ


પંચમહાલ જીલ્લાના મીરાપુર ગામ પાસે થયેલા યુવાનની હત્યાના કેસમા આરોપી અને તેના પરિવારને જીલ્લા કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે.આ હત્યા જમીન પચાવી પાડવાના ઈરાદાથી હુમલો કરવામા આવ્યો હતો. જેમા આ હત્યાનો બનાવ બન્યો હતો.
કોર્ટે પોતાના ચુકાદામાં નોધ્યુ છે કે આરોપી દલપતભાઈ ઉર્ફ ભલાભાઈ બામણીયાની જમીન જીતુભાઈ રાવળ રહે ગોધરાનાઓએ જમીન લીધી હતી. જે જમીન જીતુભાઈ રાવળ પાસેથી ભરતભાઈ ચારણે લીધી હતી.આથી ભરતભાઈ ચારણ પરિવાર સાથે જમીન જોવા માટે ગયા હતા. તે સમયે દલપતભાઈ બામણીયા અને તેમનો પરિવારે ભરતભાઈ ચારણને અમારી જમીન કોઈને આપી નથી. તેમ કહી બોલાચાલી કરી.અહીથી જીવતા જતા રહો નહીતો જાનથી મારી નાખીશુ તેમ કહીને ધમકી આપી હતી.તેમા આરોપી દલપતભાઈએ પોતાની ગાડીમાં પડેલુ ધારીયુ આપીને ભરતભાઈ ચારણ અને અન્ય તેમની સાથેના ઈસમને માર્યુ હતુ.જેમા ગંભીર ઈજા થતા ભરતભાઈ ચારણનું મોત થયુ હતુ. આ મામલે શહેરા પોલીસમથકમાં મરણજનાર ભરતભાઈ ચારણના પરિવારજનો દ્વારા ફરિયાદ નોધાવા પામી હતી.જેનો કેસ જીલ્લા કોર્ટમાં ચાલ્યો હતો.જેમા જીલ્લા સરકારી વકીલ આર.એસ.ઠાકોરની સલાહ મુજબ મદદનીશ સરકારી વકીલ આર.એમ.ગોહીલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી દલપતભાઈ બામણીયા અને તેમના આખા પરિવારે ગુનામાં ભાગ ભજવ્યો હોય તેમ પુરાવાના આધારે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.ચુકાદાને લઈને સન્નાટો વ્યાપી ગયો હતો.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.