તપાસ મહુવા નગર પાલિકામાં રૂ.71 લાખના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ - At This Time

તપાસ મહુવા નગર પાલિકામાં રૂ.71 લાખના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ


કામો થયા નથી તેમ છતાં અનેક કામનું ચુકવણું પણ થઇ ગયુ,જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ

મહુવા નગરપાલિકામાં તાત્કાલિન ભા.જ.પ.ના સત્તાધીશોએ અંદાજે રૂ.71 લાખના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની વિપક્ષના નેતાએ કાર્યવાહી કરવા નગરપાલિકાના ચીફ ઓફીસરને રજુઆત પણ કરી છે.મહુવા નગર સેવા સદનના કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ વિપક્ષના નેતા લાખાભાઈ ગોહિલ દ્વારા મહુવા નગરપાલિકા તાત્કાલિન ભા.જ.પ.ના સત્તાધીશોએ વિવિધ કામોની અંદાજે રૂ.71 લાખની ગેરરીતિ આચરવામાં આવી હોવાની તેમજ કામો કે જે થયા જ નથી તેની ફરિયાદ કરી છે.

મેલડી માતાના મંદિરથી સર્કીટ હાઉસ સુધી જૂની ડ્રેનેજ લાઈનનું કામ, ભાદ્રોડ ઝાંપા કબ્રસ્તાનથી નગરપાલિકા શોપિંગ સેન્ટર સુધીનું ડ્રેનેજ લાઈનનું કામ, પ્રભાતનગરથી મેલડી માતાના મંદિર સુધી પાણીની લાઈનના કામ અન્વયે કામો બાબતેની માપપોથીઓ, અસલ વાઉચર તથા રેકર્ડ મહુવા નગરપાલિકાના સબ ઓવરસીયર, એન્જીનિયરો તથા કામોના કોન્ટ્રાક્ટરોને રેકર્ડ રજુ કરવા જણાવેલ જે પરત્વે પ્રમુખને પત્ર મારફતે નગરપાલિકા અધિનિયમની કલમ મુજબ જરૂરી નિર્ણય થવા માટે પ્રમુખને રીપોર્ટ કરાયેલ છે.

તપાસ સમિતિ તપાસ કરે છે પછી કાર્યવાહી થશે

મહુવા નગર પાલિકામાં કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની વિપક્ષના નેતાની ફરિયાદ મળી છે આ અંગે કાયદેસર કાર્યવાહી કરવા માટે જનરલ સભામાં ઠરાવ પણ કરવામાં આવેલો છે.એન્જિનિયરની અધ્યક્ષતામાં તપાસ ચાલે છે. નોટીસ ઇસ્યુ,તપાસ સમિતિ બોલાવવાની આ બધી કાર્યવાહી કરવામાં આવશે.તપાસ સમિતિ દ્વારા તપાસ કરાયા બાદ આવેલા રીપોર્ટ પછી કાર્યવાહી કરવામાં આવશે. > નિલકંઠ અણઘણ, ચીફ ઓફીસર,મહુવા નગર પાલિકા

જનરલ સભામાં કાર્યવાહી કરવા ઠરાવ કરાયો હતો

મેલડી માતાના મંદિરથી સર્કીટ હાઉસ સુધીના ડ્રેનેજ લાઈનનું કામ, ભાદ્રોડ ઝાંપા કબ્રસ્તાનથી નગરપાલિકાના શોપિંગ સેન્ટર સુધીનું ડ્રેનેજનું કામ, પ્રભાતનગરથી મેલડી માતાના મંદિર સુધી પાણીની પાઈપ લાઈનના કામો થયા નથી તેમ છતાં આ કામનું ચુકવણું થઇ જતા તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે તા.23/10/24ની જનરલ સભામાં બહુમતીએ ઠરાવ નં.100, તા.23/10/24ના કરેલ છે

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.