વિરાણીચોકમાં દારૂ વેંચવા ઉભેલા મનોજને ક્રાઇમબ્રાન્ચે દબોચ્યો
વિરાણીચોક બાલાજી મંદિરની સામે જાહેરમાં દારૂ વેંચવા ઉભેલા મનોજ પારેખને દારૂના 30 ચપલા સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત મુજબ, ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જાડેજા અને કુલદીપસિંહ રાણા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે વિરાણીચોક બાલાજી મંદિર સામે રામકૃષ્ણ એપાર્ટમેન્ટ પાસે એક શખ્સ વિદેશી દારૂ વેંચે છે તેવી ચોક્કસ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ત્યાંથી નીકળતાં પ્યાસીઓને દારૂની સપ્લાય માટે ઉભેલા મનોજ ચંદુલાલ પારેખ (રહે.રામકૃષ્ણ એપાર્ટમેન્ટ, બાલાજી મંદિર પાસે વિરાણી ચોક) ને દબોચી વિદેશી દારૂના 30 ચપલા રૂ।.2200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દારૂના ચપલા ક્યાં સપ્લાયર પાસેથી મેળવ્યા તે અંગે પૂછપરછ આદરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.