ભાભર ના 11 માર્શલઆર્ટ ના તાલીમાર્થી ઓ રાજ્ય સ્તરે મેડલ મેળવી ઝળક્યા - At This Time

ભાભર ના 11 માર્શલઆર્ટ ના તાલીમાર્થી ઓ રાજ્ય સ્તરે મેડલ મેળવી ઝળક્યા


(પ્રતિભા એકેડમી ના આયોજનથી નગરશ્રેષ્ઠીઓએ વિધ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા) ભાભર નગર વિસ્તાર માં પ્રતિભા એકેડેમી ધી.એક્ટીવિટી સ્કુલ ખાતે માર્શલ આર્ટ ની તાલીમ મેળવતા વિધ્યાર્થી ઓ દૈનિક ભાઇ પુજારા ના માર્ગદર્શન થી તાલીમ મેળવિ હતી, તા.31/07/2022 ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિક હોલ બાપુનગર,અમદાવાદ ખાતે 6ઠા ગુજરાત સ્ટેટ ટેકવોન્ડો ઓપન ચેમ્પિયન શીપ-2022 માં ભાગ લેવા દૈનિક ભાઇ પુજારા ના નેતૃત્વ માં આ વીધ્યાર્થી ઓ જોડાયા હતા અને તમામ જોડાયેલ 11વિધ્યાર્થીઓ એ સ્પરર્ધા માં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી ને ભાભર તાલુકા તથા સંસ્થા ને ગૌરવ પ્રદાન કરાવતાં તમામ વિધ્યાર્થીઓ એ મેડલ મેળવ્યા હતા ભાભર નગર,તાલુકા,શૈક્ષણિકસ્કુલો,વાલીઓ,વડિલો અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ ઉતર્ણિય પ્રતિભાશાળી બાળક વિધ્યાર્થીઓને તેમના કૌશલ્ય ને બિરદાવી સન્માનિત કરી પ્રોત્સાહિત કરી આગળ વધારે પ્રગતી કરે તેવિ સુભેચ્છાઓ પાઠવિ હતી આ સંસ્થા ના ડિરેક્ટર દૈનિકભાઇ અને તેમની ટીમ દ્રારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું અને આવા નાના શહેર માં દૈનિક ભાઇ દ્રારા થતા બાળકોમાં શૈક્ષણિક સાથે શારીરીકૌશલ્ય ની પ્રવુતીને બિરદાવી હતી અને આ પ્રવુતીને આગળ ધપાવવા સૌ કોઇ સાથ સહકાર આપશે ની સાથે દૈનિક ભાઇને અભિનંદન સાથે સતત પ્રગતી કરે તેવિ ઉપસ્થીત વડિલો એ સુભેચ્છાઓ પાઠવિ હતી
કાર્યક્રમમાં મામલતદાર અખાણી, પી.એસ.આઇ.લિમ્બાચીયા, રાજકિય આગેવાનો,નગર અગ્રણીઓ,નગર કોર્પોરેટરો,બેંક ડિરેક્ટરો,પત્રકારો શિક્ષકો,વિધ્યાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કરીયાણા બજારના અગ્રણી વહેપારી હિતેષ ભાઇ ઠક્કર એ કર્યું હતુ અને સૌ ઉપસ્થીત સહકાર આપનાર નો આભાર માન્યો હતો
--------------------
અહેવાલ -પ્રવિણસિંહ રાઠોડ ભાભર
9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.