પંચમહાલ જિલ્લાના નાગરિકો જોગ, દસ વર્ષ જૂના આધા૨કાર્ડને અપડેટ કરવા બાબત
ગોધરા
છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એ અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (યુ.આઈ.ડી.એ.આઈ.), ભારત સરકારની તા. ૧૯/૦૯/૨૦૨૨ની કચે૨ી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધાર નોંધણી કરાવ્યા બાદ તેમા કોઈ સુધા૨ા/અપડેશન કરાવેલ ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓના અવિરત લાભ માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધારકાર્ડમાં અપડેટ કરવા જણાવેલ છે તથા તે માટે સ૨કા૨શ્રી દ્વારા રૂા. ૫૦/– (અંકે રૂપિયા પચાસ પુરા)નો દર નકકી ક૨વામાં આવેલ છે. આ અંગે અત્રેના પંચમહાલ જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે તેમ નોડલ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેકટરશ્રી પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.