હાંસોટ તાલુકા માં કમળ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ નું અભ્યાન હાથ ધર્યું =ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પોતાના વતન કુડાદરા ગામ ખાતે વોલ પેઇન્ટિંગ નો પ્રારંભ કર્યો
હાંસોટ તાલુકા માં કમળ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ નું અભ્યાન હાથ ધર્યું
=ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પોતાના વતન કુડાદરા ગામ ખાતે વોલ પેઇન્ટિંગ નો પ્રારંભ કર્યો
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા દેશભરમાં વોલ પેઇન્ટીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોતાના વતન કુડાદરા ગામ ખાતે થી કમળ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ અભ્યાન નો પ્રારંભ કર્યો હતો
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વોલ પેઇન્ટિંગ કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં પણ આ કેમ્પેનની શરૂઆત થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસજી હાઇવે પર વોલ પેઇન્ટિંગ કરીને અભિયાનની શરૂઆત કરી છે. ભીંત પર કમળનું ચિત્ર અને ફીર એકવાર મોદી સરકાર સૂત્ર સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા પોતાના વતન હાંસોટ તાલુકા ના કુડાદરા ગામ ખાતે થી દીવાલ પર કમળનું પેટિંગ અને એક બાર ફિર મોદી સરકાર ના સ્લોગન સાથે વોલપેટિંગ કર્યું હતું તેમજ આવનાર લોકસભા ની ચૂંટણી માટે શંખનાદ ફૂંકી ને આવનાર લોકસભાની ચૂંટણીની તૈયાર શરૂ કરી દેવામાં આવી છે.આ પ્રસન્ગે અંકલેશ્વર તાલુકા પંચાયત ના સભ્ય અરવિંદ પટેલ સહોત હાંસોટ તાલુકા ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહી દીવાલ પર કમળનું પેટિંગ અને એક બાર ફિર મોદી સરકાર ના સ્લોગન સાથે વોલપેટિંગ કર્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.