પત્ની, સસરા અને બે સાળા જીવ લેવા મરણીયા બનતાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો - At This Time

પત્ની, સસરા અને બે સાળા જીવ લેવા મરણીયા બનતાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો


પત્ની, સસરા અને બે સાળા જીવ લેવાં મરણીયા બનતાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ હાઉસિંગ સોસાયટીમાં રહેતાં 38 વર્ષીય મહેશ વિંઝુડાએ બે પાનાની સ્યુસાઈડ નોટ લખી સાસરીયાના ત્રાસથી કંટાળી જીવ આપી દેતા
યુની.પોલીસે મૃતકની પત્ની, સસરા અને બે સાળા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડયાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ હાઉસિંગ સોસાયટીમાં રહેતાં પિયુષભાઈ ઉર્ફે પોલો રામજીભાઇ વિંઝુડા (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કરશન બાટા, હેતલબેન મહેશ વિંઝુડા, કમલેશ કરશન બાટા અને વિમલ કરશન બાટા (રહે. વાજડી, લોધિકા) નું નામ આપતાં યુની. પોલીસે આપઘાતની દુસ્પ્રેર્ણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે તેના મોટાભાઇ મહેશભાઈ સાથે રહે છે અને મેટોડામાં આવેલ અભિનવ પરફ્યુમ નામના કારખાનામાં કામ કરે છે. તેમની માતા વતન ઢાંક ગામે રહે છે. તેઓ ત્રણ ભાઈ-બહેન જેમાં મોટો ભાઇ મહેશ (ઉ.વ.28) હતો. તેમના મોટાભાઇ મહેશના લગ્ન પાંચ વર્ષ પહેલા વડવાજડી ગામના કરશનભાઈ બાટાની દિકરી હેતલ સાથે કરેલ હતાં. તેને સંતાનમાં 3 વર્ષની એક પુત્રી છે, જે હાલ તેમના ભાભી હેતલબેન સાથે તેના માવતરે છે.
તેમના ભાઈ મહેશના લગ્ન બાદ તેઓ દંપતી અને પોતે મેટાડામાં રહેતા અને બંને ભાઈઓ કારખાનામાં કામ કરતાં હતાં. લગ્નબાદ ભાભી તેમના ભાઇ સાથે નાની નાની વાતમાં ઝઘડો કરી માવતરે જતાં રહેતા હતાં. તેમના બા ઢાંક ગામમાં નોકરી કરતાં હોય જેથી રજામાં દિવસોમાં ઘરે આવેલા અને દોઢેક વર્ષ પહેલા તેમના ભાઈનો ફોન ખરાબ થતાં ભાભી પાસે ફોન માગેલો તો તેમણે ફોન આપેલો નહીં અને ઝઘડો કરી બાને ફડાકો મારેલ હતો. ત્યારથી તેણી માવતરે રિસામણે જતાં રહેલ અને પાછા આવેલા નહીં.
ત્યારબાદ ભાભીએ ભાઈ ઉપર ભરણ પોષણનો કેસ કરેલો અને ભાઈ ત્યારથી ભરણ પોષણ ભરે છે. ભાભી ભાઈને તેમની દીકરીને પણ મળવા દેતા નહીં અને ભાઇ તેમની પત્ની અને દીકરીને લેવા વડવાજડી ગયેલો ત્યારે તેને તેના સાળા કમલેશ, વિમલ, સસરા કરશનભાઈ અને ભાભીએ ભેગા મળી માર મારેલો અને ક્યારેય પણ તેના ઘરે જવાની ના પાડેલ હતી. ત્યારબાદ તેમનો ભાઈ તેમની પત્ની, સાળા તથા સસરાથી ખૂબ જ ડરતો હતો. મહેશના સાસરા પક્ષના નાની નાની બાબતમાં તેમની સાથે ઝઘડો કરતાં અને જીવવા પણ દેતાં નહીં.
તેમનો ભાઈ મેટાડા કામ કરતો હોય ત્યાં પણ તેને હેરાન કરવાં જતાં હતાં. જે વાત મહેશ તેમને કહેતો હતો. ભાઈને તેના સસરા અને બંને સાળા અને તેની પત્નિ અતિશય ત્રાસ આપી તેનું ઘર ચાલવા નહીં દેતાં હોવાનુ કહેતો હતો. તેમનો ભાઈ મેટાડા કામે જતો હોય ત્યાં રસ્તામાં બધા હેરાન કરતાં હોય જેથી તેણે કારખાનાની નોકરી મૂકી દીધેલ અને ડ્રાઇવીંગ કરવાં લાગેલ હતો. ભાઇએ વાત કરેલી કે તેની પત્ની હેતલના લગ્ન અગાઉ થાનમાં થયેલા હતાં અને જ્યાં પણ તેનો પતિ ગળેફાંસો ખાઈ ગુજરી ગયેલ હતો.
તેમનો ભાઈ છેલ્લા થોડા દિવસથી ખૂબ ટેન્શનમાં રહેતો હોય અને તેને તેની દીકરી ખૂબ જ વ્હાલી હોય તેને પણ તેમની પત્ની મળવા દેતા નહીં, જેથી પોતે ખુબ જ દુ:ખી થતો અને કહેતો કે, તેના પત્નિ સહિતના સાસરિયાઓ ભેગા મળી તેને જીવવા દેશે નહીં અને જેથી પોતે ખૂબ જ તાણ અનુભવતો હતો. ત્યારબાદ ત્રણ દિવસ પહેલાં તેમનો ભાઇ વિરડા વાજડી ગામે ગયેલ ત્યારે તેને તેની પત્ની સહિતના આરોપીઓ મળેલા ત્યારે ભાઈએ હેતલને સમાધાન કરવાની વાત કરતાં તેઓ ઊશ્કેરાઈ ગયેલા અને કહેલ કે, તારે ભરણ પોષણ આપવું પડશે અને તને છૂટ્ટા છેડા પણ આપવા નથી, તારી જિંદગી ખરાબ કરી નાખવાની છે, હજુ તો તને સજા કરાવવાની અને તને જીવવા જેવો નથી રહેવા દેવો તેવુ કહેલ હતુ. જે વાત ભાઈએ કરેલી હતી.
ગઈકાલે તેમના ભાઈને કોર્ટમાં મુદત પણ હતી, ત્યારબાદ સવારનાં તેઓ કામ ધંધે જતો રહેલ અને મહેશ ઘરે હતો. સાંજના પોણા સાતેક વાગ્યે તે ઘરે પહોચેલ ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને દરવાજો ખખડાવતા દરવાજો ખોલેલ ન હોય જેથી દરવાજામાં પાટુ મારી નકુચો તોડી નાખેલ અને ત્યારે અંદર જઈ અંદરના રૂમમાં જોયુ તો મહેશ પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલ હાલતમાં લટકતો હતો. જેથી દેકારો કરતાં આસપાસમાં માણસો ભેગા થઈ ગયેલ અને 108 ની ટીમે આવી જતાં તબીબોએ તપાસી તેમને મૃત જાહેર કરેલ હતાં.
દરમિયાન પોલીસ પણ દોડી આવી હતી અને તેમના ભાઇ મહેશે ગળે ફાંસો ખાતાં પહેલાં તેના હાથે મોતના કારણ અંગેની બે પાનામાં સ્યુસાઇડ નોટ લખી રૂમમાં રાખેલ વોશિંગ મશીન ઉપર પડેલી હતી. જેમાં તેમના ભાઈએ આત્મહત્યા કરું છુ, તેની પત્નિ હેતલ, સસરા કરશનભાઈ, સાળા ક્મલેશ તથા વિમલના ત્રાસથી આત્મહત્યા કર છુ.
તેઓ જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને તેની દીકરીને પણ મળવા દેતાં નથી અને મરવા માટે મજબૂર કરેલ છે.તેમજ તેમના ભાભી હેતલબેન ખરાબ રસ્તે ચડી ગયેલ હોવાનું અને ભાઈને ફસાવી ખોટી રીતે હેરાન કરતાં હોવાનુ લખેલ હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી પીએસઆઇ ડી. આર.રત્નુંએ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.