સૂઇગામ તાલુકાના મઘ્યાહન ભોજન સંચાલકો એન.જી ઓ ને ન આપવા રજૂઆત કરાઇ - At This Time

સૂઇગામ તાલુકાના મઘ્યાહન ભોજન સંચાલકો એન.જી ઓ ને ન આપવા રજૂઆત કરાઇ


સૂઇગામ મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ સૂઇગામ પ્રાંત કલેકટર, મામલતદાર રજૂઆત કરાઇ

સૂઇગામ તાલુકાના મઘ્યાહન ભોજન સંચાલકો એન.જી ઓ ને ન આપવા રજૂઆત કરાઇ

સરહદી સૂઇગામ તાલુકાના મઘ્યાહન ભોજન સંચાલકો બુધવારે સૂઇગામ પ્રાંત કલેકટર શ્રી,મામલતદાર ને લેખિત રજૂઆત કરાઇ હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજન એક એન.જી. ઓ ને આપવાની ચર્ચામાં આજે વિરુદ્ધ નોંધાવ્યો હતો

પી એમ પોસણ (મ.ભ.યો) યોજના અંતર્ગત સુઈગામ તાલુકા (N.G.O) એન જી ઓ રદ કરવા બાબત..

સવિનય ઉપરોક્ત વિષયના અનુસંધાને લખી જાણવાનું કે પી એમ પોસણ (મ.ભ.યો) અંતર્ગત સુઈગામ તાલુકાનાં મ.ભ.યો યોજના ના કુલ કેન્દ્રો ૬૭ આવેલ છે જેમાં ફરજ બજાવતા સંચાલકો,રસોયા મદદનીસ મળીને કુલ ૨૧૦ જેટલાં કર્મચારી ફરજ બજાવે છે જેમાં અમે તમામ કર્મચારી SC, OBC વગેરે જાતિના સમાવેસ થાય છે જેમાં 80 % SC કર્મચારી છે જેમાં મ.ભ.યો યોજના કર્મચારી કેન્દ્રો સરકાર ની ગાઈડ લાઈન મુજબ અત્રે ના તાલુકાની તમામ પ્રા.શાળામાં સવારે 10 : 30 થી 2 વાગ્યા કલાક દરમ્યાન મ.ભયો યોજના હેઠળ તાજું ગરમ ભોજન બનાવીને પ્રાથમિક શાળાના નાના બાળકોને જમાડવામાં આવે છે.જેમાં કામ કરતાં કર્મચારી વિધવા ત્યક્તા અપંગ ભાઈ બહેનો છે અને તે કર્મચારી ને માનદ વેતન સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે.જેથી તેનું ભરણ-પોષણ થાય છે નામદાર સુપ્રીમ કોર્ટના સુચન અને ભારત સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સરકારી સ્કુલમાં ગરમ અને તાજો રાધેલો ખોરાક આપવાની ગાઈડ લાઈન છે તેમાં સુઈગામ તાલુકો છેવાડા નો છે .
તેમજ ભૌગોલિક દ્રસ્ટીએ પણ આ તાલુકા માં ચોમાસાની સિજનમાં અમુક વિસ્તારોમાં વાહન પણ જઈ - સકતા નથી જેનાં કારણે ફૂડસિક્યુરિટી બાળકોને ગરમ ભોજન આપવું ફરજીયાત છે અમુક ગામના વાહન મારફતે ભોજન પોહચ્યા વિના રહેવાથી બાળક ભોજન થી વંચિત રહેસે જેથી ફૂડસિક્યુરિટી એપીડ નો ભંગ થવાની સકયતા રહેસે જયારે અમારા કર્મચારી દરેક ગામની પ્રાથમિક શાળા માજ ભોજન બનાવી દરરોજ રાંધી છેલ્લા (૪૦) ચાલીશ વર્ષ થી બાળકો ને જમાડે છે અને રોજગારી પ્રમાણે કરેલ છે. જેથી આપ સાહેબ - શ્રી ને અમારી વિનંતી છે કે આ યોજના ચાલુ રાખવામાં અમારી લાગણી અને માંગણી છે અને જો (N.G.O} એન.જી.ઓ ને આપવાની હિલચાલ થશે કે આપવામાં આવશે તો અમારે અમારા હક માટે ન છૂટકે ગાંધી ચીંધયા માર્ગે આંદોલનો કરવાની ફરજ પડશે ઉપરોકત સંદર્ભે ૨૦૧૯ માં થયેલ લેટેસ્ટ રાજ પત્રની મુખ્ય સૂચનાઓ થી વીપરિત વિષય ટાંકવામાં આવેલ છે. એ મુજબ જણાવીએ તો ઉપરોકત સંદર્ભ ના લેટેસ્ટ રાજ પત્ર મુજબ પ્રત્યેક શાળા ના કમ્પાઉન્ડમાં ભોજન બનાવવાની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ એ મૂજબ ગૂજરાત રાજયમાં ૧૯૮૪ થી જ આ યોજના અમલી હોવાથી રાજય સરકાર દ્વારા રાજયની ૨૮૦૦૦ ગ્રામય કક્ષાની શાળાઓમાં પી.એમ. પોષણ { મ.ભો.યો) યોજનાનો સમાવેશ કરેલ છે. જે ધ્યાને લઈ સરકારશ્રી અમારી માંગણીઓ રજુ કરવા ઘટતી કાર્યવાહી થવા અમારી વિનંતી છે


6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.