ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત. સીતારામ આશ્રમ ખાતે આગામી ૨૩ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના ફોર્મ વિતરણ શરૂ
દામનગર ગુરુમુખી પ.પૂ.સંતશ્રી દયારામબાપા ઠોડા વાળા પ્રેરિત શ્રી સીતારામ આશ્રમ દામનગર તથા સમસ્ત સેવક સમુદાય આયોજીત ૨૩ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ નું આયોજન ૫.પુ. મહંતશ્રી સીતારામબાપુ ગુરુશ્રી દયારામબાપા ઢસા રોડ સીતારામ આશ્રમ દામનગર ખાતે આગામી તા.૦૬/૦૩/૨૦૨૪, બુધવાર યોજાનાર ૨૩ માં સર્વજ્ઞાતિ સમૂહ લગોત્સવ માટે ફોર્મ ભરવાના ચાલુ છે ફોર્મ વિતરણ કાર્ય શરૂ છે ૨૩ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં જોડાવા ઇચ્છતા પરિવારો એ સીતારામ આશ્રમ ઢસા રોડ લઘુમહંત ગોપાલબાપુ મો. ૯૭૧૨૬૧૨૮૭૧ આકાશબાપુ મો. ૭૫૬૭૮૦૫૮૫૪ સંપર્ક કરવા અનુરોધ કર્યો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
