બોટાદ જિલ્લાની 106- ગઢડા (અ.જા) અને 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન સંપન્ન - At This Time

બોટાદ જિલ્લાની 106- ગઢડા (અ.જા) અને 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન સંપન્ન


બોટાદ જિલ્લામાં કુલ 3,18,818 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ 57.43 ટકા મતદાન નોંધાયું

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 માટે પ્રથમ તબક્કામાં બોટાદ જિલ્લાની 106- ગઢડા(અ.જા) અને 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. બોટાદ જિલ્લામાં કુલ 3,18,818 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા કુલ સરેરાશ 57.43 ટકા મતદાન નોંધાયું હતું.

જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લામાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં 74,021 પુરુષ મતદારો, 60,640 મહિલા મતદારો અને 1 અન્ય મતદાર મળીને કુલ 1,34,662 મતદારોએ મતદાન કર્યુ હતું. જેને પગલે 106-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં 51.04 ટકા મતદાન નોંધાયું હતું,

જ્યારે 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં 1,00,841 પુરુષ મતદારો, 83,313 મહિલા મતદારો અને 2 અન્ય મતદારો મળીને કુલ 1,84,156 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેને પગલે 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં 63.23 ટકા મતદાન નોંધાયું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon