કોરોના સામે તંત્ર સજાગ: પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ - At This Time

કોરોના સામે તંત્ર સજાગ: પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ


કોરોના સામે તંત્ર સજાગ: પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ

કોરોના સામે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ૨૦૦ બેડ, ૧૦૨ વેન્ટિલેટર સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ

હાલમાં જિલ્લામાં કોઈપણ કોરોના પોઝિટિવ દર્દી જણાયેલ નથી

પોરબંદર.તા.૨૭, હાલમાં કોરોના મહામારીની અસર વરતાઈ રહેલ છે, જેને ધ્યાને લઇને સરકારશ્રી દ્વારા અગમચેતીના ભાગ રૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો જિલ્લામાં કોરોના સંબંધિત કેસો વધે તો તે નાગરિકો માટે જોખમકારક સાબિત થઈ શકે છે. જેને ધ્યાને લઇને જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે આજે મોકડ્રીલ યોજાઈ હતી.

પોરબંદર જિલ્લામાં કોરોનાને ધ્યાને લઈ આજરોજ ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ અંર્તગત ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, હોસ્પિટલની અંદર સ્થાપિત ઓક્સિજન લિક્વિડ મેડિકલ ટાંકી અને ઓક્સિજન વિતરણ નેટવર્કની તપાસ કરવા માટે પરિસરની અંદર મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. તેમજ દર્દીઓ માટે ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સિલિંડર, જરૂરી દવાઓ અને લોજીસ્ટીકની ઉપલબ્ધી, પી.પી.ઈ. કીટની સહિતની જરૂરી વસ્તુઓની ઉપલબ્ધી જેવી બાબતો આવરી લઈ તમામ પાસાની ચકાસણી કરવામાં આવી હતી.

જિલ્લાની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.અમીબેન દવે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં હાલમાં કોરોના પોઝિટિવ કોઈ દર્દી દાખલ નથી. હાલમાં હોસ્પિટલ ખાતે ૨૦૦ બેડ તૈયાર રાખ્યા છે. જેમાં તમામ ૨૦૦ બેડ પર ઓક્સિજન પાઇપ ઉપલબ્ધ છે. હાલમાં હોસ્પિટલ પાસે ૧૦૨ વેન્ટિલેટર છે જેમાં ૧૨ બાળકો માટે પીડિયાટ્રીક વેન્ટિલેટર તથા તેમન ૪૩ જેટલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ઉપલબ્ધ છે. તથા ૨૦ હજાર લિટર સંગ્રહક્ષમતાની ઓક્સિજન ટેન્ક છે. તથા ૩૨૦ જેટલા ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, હાલમાં કોઇપણ કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. અમે દરેકને ફરી એકવાર માસ્ક પહેરવા, હાથ ધોવા અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાની કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરીએ છીએ.

મોકડ્રીલના સમયેશ્રી નાયબ કલેકટરશ્રી હિરલ દેસાઈ,સી.ડી.એચ.ઓ.શ્રી,ધારાસભ્યના પ્રતિનિધિ સહિત ડોકટર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.