સાજિયાવદર અને ચાંદગઢ ગામને રૂ.૩પ લાખથી વધુ વિકાસકાર્યોની ભેટ - At This Time

સાજિયાવદર અને ચાંદગઢ ગામને રૂ.૩પ લાખથી વધુ વિકાસકાર્યોની ભેટ


ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના સાજિયાવદર અને ચાંદગઢ ગામોને આશરે રૂ. ૩૫ લાખના વિકાસકાર્યોની ભેટ મળી છે. ‘આત્મા ગામડાનો પણ શહેર જેવી આધુનિક સુવિધા’ના મંત્ર સાથે ધારાસભ્યનો મત વિસ્તાર વિકાસની ઊંચાઈઓ સર કરી રહ્યો છે. સાજિયાવદર ખાતે પ્રાગજીભાઈ કરસાળીયા અને ગામજનોના સહયોગથી નવનિર્માણ પામેલા પ્રવેશદ્વાર, પક્ષીઘર અને સેલ્ફી પોઈન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામે-ગામ સ્માર્ટ વિલેજના માળખાગત વિકાસ માટે રાજ્ય સરકારની યોજનાઓ જનભાગીદારી દ્વારા કાર્યરત છે. જેનું દેવરાજીયા ગામ ઉદાહરણરૂપ છે.
ચાંદગઢ ખાતે નવનિર્મિત ગ્રામપંચાયત ભવન અને અદ્યતન બસસ્ટેન્ડનું લોકાર્પણ થયું હતું. ઉપરાંત, પાણીના અવેડા, ગ્રામપંચાયત ભવનની ફરતે કમ્પાઉન્ડ વોલ વગેરે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉનાળામાં પશુધન માટે પૂરતા પાણીની વ્યવસ્થા માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
અંદાજે રૂ. ૩૫ લાખના ખર્ચે થયેલા વિકાસકાર્યોથી સાજિયાવદર અને ચાંદગઢ વધુ સુવિધાસભર બનશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જે.વી. કાકડિયા, શાંતીપ્રસાદ સ્વામી, જગતસ્વરૂપ સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, દાતા પ્રાગજીભાઈ કરસાળીયા, સરપંચ હરેશભાઈ ધાધલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાંદગઢમાં ગામના સરપંચ, સંગઠનના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image