બનાસકાંઠા વન વિભાગ દ્વારા ધજા રોહણ, મોટી સંખ્યામાં વન અઘિકારી, કર્મચારી જોડાયાં - At This Time

બનાસકાંઠા વન વિભાગ દ્વારા ધજા રોહણ, મોટી સંખ્યામાં વન અઘિકારી, કર્મચારી જોડાયાં


શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે હાલમાં ભાદરવી મહાકુંભ પૂર્ણ થયો છે, ત્યારે ભાદરવી પૂનમના દિવસે અલગ અલગ વિભાગ દ્વારા માતાજીને ધજા અર્પણ કરવામાં આવતી હોય છે, ત્યારે વન વિભાગ બનાસકાંઠા દ્વારા પણ માતાજીને દાંતા રોડ ખાતે સિંહ દ્વારથી અંબાજી મંદિર સુધી પગપાળા આવીને ધજા હાથમાં રાખીને માતાજીના ગુણગાન ગાતા ધજા અર્પણ કરી હતી.
ભાદરવી પૂનમના દિવસે અલગ અલગ વિભાગ દ્વારા માતાજીને ધજા ચઢાવવામાં આવતી હોય છે ત્યારે બનાસકાંઠા પોલીસ, વહીવટીતંત્ર બનાસકાંઠા, વન વિભાગ, તાલુકા પંચાયત કચેરી સહિત વિવિધ વિભાગો દ્વારા માતાજીનો મેળો પરિપૂર્ણ થાય ત્યારે ધજા ચઢાવવાની પરંપરા ચાલી રહી છે. બનાસકાંઠા વન વિભાગ દ્વારા પણ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં બોલ મારી અંબે જય જય અંબેના નાથ સાથે ધજા ચઢાવવામાં આવી હતી.

નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.