ગીર સોમનાથ જિલ્લા ના પ્રાચી તીર્થ ના હિરેન ભાઈ પંડ્યા દ્વારા ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા અને સેવા પરમો ધર્મ ને સાર્થક કરતું માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું - At This Time

ગીર સોમનાથ જિલ્લા ના પ્રાચી તીર્થ ના હિરેન ભાઈ પંડ્યા દ્વારા ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા અને સેવા પરમો ધર્મ ને સાર્થક કરતું માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું


આજ ના ટેકનોલોજી સાથે ચાલતા આધુનિક જમાના માં લોકો પોતાનો જન્મદિવસ કે ઘર માં આવતા સુભ પ્રસંગો ની ઉજવણી પોતાના મિત્ર સર્કલ સગા સ્નેહીઓ સાથે મળીને વિદેશી કલ્ચર ને અનુસરી ને કેક આપી નાચગાન કરી આનંદ કરી ઉજવતા હોય છે ત્યારે

ગીર સોમનાથ જિલ્લા ના પ્રાચી તીર્થ ના હિરેન ભાઈ પંડ્યા દ્વારા ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા અને સેવા પરમો ધર્મ ને સાર્થક કરતું માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું

વેરાવળ સ્થિત આવેલ એક સંસ્થા નિરાધાર નો આધાર માનવસેવા ટ્રસ્ટ કે જ્યાં માનસિક અસ્થિર અને બિનવારસી વ્યક્તિ ઓ કે જેઓ પોતે કોણ છે સુ કરે છે દુનિયાદારી સાથે જેમને કોઈ નિસ્બત જ નથી એવા વ્યક્તિઓ ને પ્રભુજી સ્વરૂપ માની તેમની સેવા કરે છે એવાં 70 જેટલા માનસિક અસ્થિર પ્રભુજી ઓ ને આજે હિરેન ભાઈ એ ભોજન પીરસી પોતાના જન્મદિવસ ની સાચી ઉજવણી કરી અને સૌ સેવાપ્રેમી જનતા ને પણ પોતાના જન્મદિવસે ખોટા ખર્ચા ના કરી આવી સંસ્થા ઓ ને સાથ સહકાર આપીએ તેમજ સાચા અર્થ માં જમદિવસ આવા વ્યક્તિ ઓ વચ્ચે ઉજવીએ અને એક અલગ જ આનંદ ની અનુભૂતિ કરીએ એવો સંદેશ આપ્યો હતો

રીપોર્ટ દિપક જોશી પ્રાચી ગીર સોમનાથ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon