ઇડર પોલીસ સ્ટેશનમા પોલીસ ઉપર હુમલો કરનાર આરોપીઓને પકડી પાડતી સાબરકાંઠા SOG તથા LCB પોલીસ
ઇડર પોલીસ સ્ટેશનમા પોલીસ ઉપર હુમલો કરનાર આરોપીઓને પકડી પાડતી સાબરકાંઠા SOG તથા LCB પોલીસ
ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઉપર હુમલા તથા રાયોટના ગુનાના નાસતા
ફરતા આરોપીઓને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. તથા એલ.સી.બી.
પોલીસ
તા.૦૬/૦૭/૨૦૨૨ ના રોજ ઇડર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઉપર હુમલા તથા રાયોટના
ગુનાના આરોપી ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદિયા રહે. ઇડર તા. ઇડર જી. સાબરકાંઠા તથા બીજા પાંચ
વ્યક્તિઓ વિરૂધ્ધમાં ઇડર પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો કલમ-
૧૨૦(બી) ૧૪૩,૧૪૮, ૧૪૯,૩૦૭,૪૫૨,૪૪૦,૩૩૨,૩૫૩,૩૯૪ (ખ) ૫૦૬(૨) તથા ડેમેજ ટુ પબ્લીક
પ્રોપર્ટી એક્ટ કલમ-૩,૭, મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.
તે ગુના અનુસંધાને પોલીસ ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમા,
ગાંઘીનગર એ ગુનાના આરોપીઓને પકડવા સારૂ સુચના કરેલ જે અન્વયે સાબરકાંઠા જીલ્લા પોલીસ
અધિક્ષક વિશાલકુમાર વાઘેલા એ ગુનાની ગંભીરતાની નોંધ લઇ તે નાસતા ફરતા આરોપીઓને કોઇ
પણ રીતે તાત્કાલીક પકડી પાડવા માટે ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ. ચૌહાણ, ના સુપરવિજન હેઠળ એસ.ઓ.જી તથા એલ.સી.બી તથા ઇડર પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો
બનાવી ટીમો કાર્યરત કરવામાં આવેલ.દરમ્યાન એસ.ઓ.જી પો.ઇન્સ પી.એલ. વાઘેલા ને ખાનગી રાહે
બાતમી મળેલ કે તે ગુનાનો નાસતો ફરતો મુખ્ય આરોપી ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદિયા તથા સહ
આરોપી અમીરાજસિંહ હરીશચંદ્રસિંહ જેતાવત બંન્ને બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જંગલોમાં છુપાયેલા
હોવાની હકિકત મળેલ જે આધારે પી.એલ. વાઘેલા પો.ઇન્સ એસ.ઓ.જી તથા જી.એસ. સ્વામી, પો.સ.ઇ
એસ.ઓ.જી તથા એન.આર. ઉમટ પો.સ.ઇ એલ.સી.બી તથા એસ.ઓ.જી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસો
સાથે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુદ્રા ગામનાં જેસોરના જંગલમાં આવેલ પર્વતોની તળેટીમાં
જયરાજ પર્વત પરનાં કેદારનાથ મંદિર પાસેથી બંન્ને આરોપીઓ મળી આવતાં તેઓને કોર્ડન કરી પકડી પાડી
કાયદેસરની કાર્યવાહી કરી એસ.ઓ.જી. તથા એલ.સી.બી. સાબરકાંઠા ને પોલીસ ઉપર હુમલાના નાસતા ફરતા
આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.