અરવિંદ કેજરીવાલ પાસે માત્ર પોલ્યુશન છે, સોલ્યુશન નહીં: ભાજપનો પ્રદૂષણને લઈને AAP પર હુમલો
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને સાંસદ મનોજ તિવારીએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે માત્ર પોલ્યુશન છે, સોલ્યુશન નહીં. પ્રદુષણને લઈને આમ આદમી પાર્ટી અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલને ઘેરતા સંબિત પાત્રાએ કહ્યું કે દિલ્હી સરકાર લોકોના જીવ સાથે રમત રમી રહી છે. કેજરીવાલ દિલ્હીના પાર્ટ ટાઈમ મુખ્યમંત્રી છે.
સંબિત પાત્રાએ કહ્યું કે આજે અમે આનાથી પણ મોટી બાબત જણાવવા જઈ રહ્યા છીએ. દિલ્હી સરકારના શ્રમ મંત્રાલય દ્વારા નોંધાયેલા 10 લાખમાંથી 2 લાખ નકલી કામદારો છે. 4-5 કામદારો તો એક જ નંબર પર નોંધાયેલા છે. નકલી નોંધણી કરીને પૈસા ઉપાડી લેવાયા. કાર્યકરોના પૈસા પાર્ટી પાછળ ખર્ચ કરવામાં આવ્યા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે આની જવાબદારી છે. કેજરીવાલના ઈરાદામાં પ્રદૂષણ છે. અરવિંદ કેજરીવાલની 'નિયત અને ઈમાન' પ્રદૂષિત છે. દિલ્હી ભ્રષ્ટાચારના પ્રદૂષણથી ઝઝૂમી રહ્યું છે.
સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે બાંધકામ કામદારો માટે કામ કરતી ત્રણ બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)એ દિલ્હીમાં કામદારોની નોંધણીમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હીમાં બે લાખ નકલી બાંધકામ કામદારો નોંધાયા છે. 65,000 કામદારોના નામ પર એક જ મોબાઈલ નંબર નોંધાયેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.