ગર્લફ્રેન્ડ સાથે ફોન પર ઝઘડો થતા સોની બજારમાં બંગાળી યુવાને ગળાફાંસો ખાધો

ગર્લફ્રેન્ડ સાથે ફોન પર ઝઘડો થતા સોની બજારમાં બંગાળી યુવાને ગળાફાંસો ખાધો


રાજકોટમાં રહી સોનીકામની મજૂરી કરતા મૂળ બંગાળના યુવાનને ગઈકાલે વતનમાં રહેતી યુવતી સાથે મોબાઈલ પર વાતચીત કરતી વેળાએ ઝઘડો કરતા ગળાફાંસો ખાઈ લેતા તેમને પાડોશના દુકાનદારે તેને બચાવી સારવાર માટે સિવિલે ખસેડયો હતો.
વધુ વુગતો મુજબ,બેડીનાકા ટાવર પાસે નકલંક ચોક નજીક રહેતા મૂળ પશ્ર્વિમ બંગાળના અને હાલ સોનિબજારમાં સમન્વય પેલેસમાં મજૂરી કામ કરતા બીફોલરોય જોનરૂ રોય(ઉ.વ.22)ગઈકાલે બપોરના સમયે તેમના વતનમાં રહેતી યુવતી સાથે મોબાઈલ પર વાતચીત કરતો હતો ત્યારે તેની સાથે કોઈ બાબતે ઝઘડો થતા તેમને માઠું લાગ્યું હતું અને તેમણે પીલોર સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લેતા તેમને બાજુમાં જ દુકાન ધરાવતા વિરલભાઈએ બચાવી સરકારી હોસ્પિટલે ખસેડયો હતો.પોતે બે બેન એક ભાઈમાં નાનો છે.તેમને વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમસબંધ હોવાનું માલુમ પડ્યું છે.આ અંગે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »