સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ સમિતિ અભ્યો દ્વારા ભાભર તાલુકા ની વડપગ પી.એચ. સી.ની મુલાકાત લીધી…
ગુજરાત વિધાન સભા ની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માં કલ્યાણ ની રાજ્ય સરકાર દ્વારા સમિતિ બનાવેલ છે જેમાં 11 ધારા સભ્યો ની કમિટી છે જે સમિતિ દ્વારા જે વિસ્તારો મા બક્ષી પંચ ની વસ્તી વધુ હોય તે વિસ્તારો મા બક્ષી પંચ ના લોકો ને પૂરતી આરોગ્ય સેવા સહિત સરકાર ની સેવા નો પૂરતો લાભ મળે છે કે નહિ તેનું નિરીક્ષણ કરવા સમિતિ ની રચના કરવામાં આવી છે..
ભાભર તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં પૂરતી ડોકટરો ની ઘટ આરોગ્ય સ્ટાફ ની ઘટ ની અનેક રજૂઆતો કરવામાં આવી છે વિસ્તાર ના ધારાસભ્ય ગેની બેન ઠાકોર દ્વારા વિધાન સભા ગૃહ માં અનેક વાત રજૂઆતો કરવામાં આવી છે પી.એચ. સી માં પૂરતી એમ્બ્યુલ્સની સુવિધા જેવી અનેક રજૂઆતો કરવામાં આવી છે ત્યારે
આજ રોજ ભાભર તાલુકાના વડપગ્ ની પી.એચ. સી. મુલાકાત લેવા માં આવી હતી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ સમિતિ દ્વારા વડ પગ પી.એચ . સી ની મુલાકાત લઈ લોકો ને પૂરતી આરોગ્ય સેવા મળી રહે છે કે કેમ તેનું નિરીક્ષણ 11 જણ ની કમિટી માંથી 7 સભ્યો દ્વારા કરવામાં આવી હતી..
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ સમિતિ ના ચેરમેન શંભૂજી ઠાકોર જણાવ્યું હતું કે સરકાર લોકો ની સતત ચિંતા કરે છે લોકો ને માં વાત્સલ્ય, માં અમૃતમ.આયુષ્યમાન યોજના થકી રાજ્ય નો ગરીબ વર્ગ ને 5 લાખ સુધી ની દવા મફત થાય માટે સરકાર કટિબદ્ધ છે કોરોના જેવી મહા મારી માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશ ના લોકો ને કોરોના થી રક્ષણ માટે રસીના ત્રણ ડોઝ આપ્યા છે પર્જા ના આરોગ્ય માટે સરકાર સતત ચિંતિત છે...
કાર્યક્રમ માં બનાસકાંઠા ડીડીઓ
ધારા સભય ગેનીબેન ઠાકોર તાલુકા પ્રમુખ સહિત આગેવાનો ગામજનો ઉપસ્થિત રહ્યા હતા
------------------------------------
અહેવાલ - પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.