વિરપુર બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનોનો ખડકલો થતા કાર્યવાહી…
વિરપુર પોલીસ સ્ટેશનના પી. આઈ, વી. આર સોનારા ની સૂચના મુજબ ખાનગી વાહનો પર તવાઈ...
વિરપુર પોલીસ તંત્ર એક્શન મૂડમાં આવતા ખાનગી વાહન ચાલકો મુંજવણમાં મુકાયા..
મહિસાગર જીલ્લાના વિરપુર બસ સ્ટેન્ડ ખાતે પ્રાઈવેટ વાહનો પાર્ક કરતા સામે પોલીસ મેદાને ઉતરી વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસ કાફલો બસ સ્ટેન્ડ પર પહોંચતાની સાથે પ્રાઈવેટ વાહન ચાલકોમા ભાગદોડ મચી જવા પામી હતી મળતી વિગતો મુજબ વિરપુર બસ સ્ટેન્ડમાં મનફાવે તેમ ખાનગી વાહનો પાર્ક કરવામાં આવે છે જેના લીધે બસ ચાલકોને બસ વાળતી સમયે અગવડતા ઉભી થાય છે હાલ વિરપુર નવીન બસ સ્ટેન્ડની કામગિરિ પૂરજોશમાં ચાલતી હોય ત્યારે,બસ સ્ટેન્ડની અંદર પ્રાઈવેટ વાહનોનો આડેધડ રીતે પાર્ક કરી દેવાતા બસ વાળવામાં ભારે હાલાકી પડતી હતી ત્યારે મંગળવારના રોજ ખાનગી વાહનો બસ સ્ટેન્ડની અંદર પાર્ક કર્યા હતા તે સમયે એક સાથે બે થી ત્રણ બસ આવી જતા બસ સ્ટેન્ડ સહીતના ભીંડભાડ વાળા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા,આ સમયે બસ ચાલક તેમજ ખાનગી વાહન ચાલક વચ્ચે તું તું મેં મેં થતાં મામલો વધુ ગરમાયો હતો બાદમાં પોલીસ આવી જતા મામલો થાળે પડ્યો હતો જોકે બસ સ્ટેન્ડમા પાર્ક કરતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા વિરપુર પોલીસનો કાફલો સતર્ક થતા સવારથી જ બસ સ્ટેન્ડ ખડકાવી દેવાયો હતો અને પાર્ક કરેલ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી તો કેટલાક વાહન ચાલકોને મેમો પકડાવી દેતા કેટલાક વાહન ચાલકો ચેતવી ગયા હોવાથી વાહનો લઇને ભાગદોડ મચાવી દીધી હતી જોકે પોલીસ દ્વારા આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જાણવામાં આવ્યું હતું...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.