આણંદપુર ગામના ઉદ્યોગપતિ ગનીભાઈ આદમભાઈ વડીયાએ ગામ લોકોને બે દિવસની જાત્રા કરાવી
આજ રોજના આણંદપુર ગામના ઉધોગપતિ અને એજ ગામના પનોતા પુત્ર એવા ગાંધીનગરના બિલ્ડર ગનીભાઈ આદમભાઈ વડીયાએ પોતાના ગામના લોકોને આજે 2 દિવસની જાત્રા માંટે મોકલેલ હતા. પોતાના સ્વ ખર્ચે 70 લોકોને સ્પેશિયલ બસ બાંધીને જાત્રા કરવા મોકલેલ હતા. તેમાં વીરપુર, ખોડલ ધામ, જુનાગઠ, સોમનાથ, પ્રાચી, દીવ, તુલસી શ્યામ, સતાધાર, પરબ વાવડી સહિતના ધાર્મિક સ્થાનોમાં લોકોને એક રૂપિયો ખર્ચ વગર જાત્રા કરાવેલી હતી અને ગનીભાઈ ટૂંકો પરિચયમાં વાત કરીએ તો ગની ભાઈ મુસ્લિમ સમાજથી છે અને ભાઈ ચારાની ભાવના રાખે છે ને પોતાના ગામના લોકો સેવા કરવા હમેશાં સાથે ઉભા હોય છે એટલું જ નહિ પણ પોતાના માદરે વતન આનંદપુર ગામ ને ખૂબ પ્રેમ કરે છે, જયારે પણ ગામ ગરીબ લોકો ને જરૂરત હોય ગની ભાઈ આગળ હોય છે. ગનીભાઈના 2 દીકરા કેનેડામાં સ્થાયી છે અને ગનીભાઇનો સ્વભાવ ખૂબ સરળ છે. એમને કયારે રૂપિયાનું અભિમાન કર્યું નથી આ તકે આણંદપુર ગામના લોકોને આ બાબતનો ગર્વ છે અને ગની ભાઇ અમારા ગામ ના છે. અત્યારે હાલ તેઓ ગાંધીનગર રહે છે એવું નથી કે પોતાના ગામ માટે સેવા કરે છે પોતાનુ કુટુંબ હોય કે પોતાનો સમાજ હોય ત્યાં પણ સેવા પેહલા હોય છે. આ તમામ જાત્રાની આગેવાની અને સંકલન રાજુભાઈ ધાધલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.