માળીયા હાટીનામાં ત્રણ દિવસ પોલિયો રસીકરણ કરવામાં આવશે - At This Time

માળીયા હાટીનામાં ત્રણ દિવસ પોલિયો રસીકરણ કરવામાં આવશે


હાલ રાજ્ય સરકાર દ્વારા પોલિયો મુક્તની કરવા માટે એક ખાસ સઘન પોલીયો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેમાં તા.18/7/22 રવિવારના રોજ બુથ કેન્દ્રો દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને રસીકરણ કરવામાં આવ્યો તેમજ તા.19 અને 20 ના ધરે ધરે પોલિયો રસીકરણ કરવામાં આવશે ત્યારેતા.18/7/22 ના રોજ સરકારી હાઈસ્કૂલ ખાતે પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા ના વરદ હસ્તે દીપ કરી અને ઠાકરશી ભાઈને પુષ્પગુચ્છ આપી અને બે ટીપાં પોલિયાનું રસીકરણ બાળકો ને આપી રસીકરણ ખુલ્લું મુકવામાં આવ્યું

માળીયા હાટીના માં કુલ 104 બુથ ઉપર પોલિયાનું રસીકરણ આપવામાં આવશે હાલ માળીયા હાટીના તાલુકામાં 0 થી 5 વર્ષના અંદાજીત 15000/ બાળકો ને પોલિયોનું રસીકરણ કરવા માટે અંદાજીત 400 જેટલા સ્ટાફ જેમાં અધિકારી, કર્મચારી અને આશાવર્ક બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારી જહેમત ઉઠાવી છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon