ચાઈનીઝ તુક્કલ/ સિન્થેટિક કે ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી સહિતના ઉત્પાદનોના ખરીદ-વેચાણ, આયાત, સંગ્રહ કે વપરાશ પર પ્રતિબંધ - At This Time

ચાઈનીઝ તુક્કલ/ સિન્થેટિક કે ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી સહિતના ઉત્પાદનોના ખરીદ-વેચાણ, આયાત, સંગ્રહ કે વપરાશ પર પ્રતિબંધ


પંચમહાલ જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી સુધી જાહેરનામું અમલી રહેશે

ગોધરા

આગામી તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૩ને શનિવારના રોજ મકરસંક્રાંતિ (ઉતરાયણ)ના તહેવારની ઉજવણી કરવામાં આવશે. વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી ચાઈનીઝ દોરી-દોરા, પ્લાસ્ટિકની દોરી એ માનવજીવન, પક્ષીઓ તથા પર્યાવરણ માટે ખતરારુપ છે. આથી ચાઈનીઝ તુક્કલ/ સિન્થેટિક કે ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી અને તેના જેવી સિન્થેટિક દોરીના ખરીદ-વેચાણ, આયાત, સંગ્રહ કે વપરાશ પર પ્રતિબંધ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી,ગોધરા - પંચમહાલ દ્વારા સી.આર.પી.સી. કલમ-૧૪૪ અન્વયે આ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ઉતરાયણ તેમજ અન્ય તહેવારો દરમિયાન ચાઇનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. જેના કારણે પર્યાવરણ અને જાનમાલને પણ નુકસાન થાય છે. આ સાથે આગ/અકસ્માતના બનાવો બને છે. માનવ તથા પશુ પક્ષીઓને જીવલેણ ઇજાઓ પહોંચવાના તથા દુર્ઘટનાઓ અકસ્માતો સર્જાવાના કિસ્સાઓ મકરસંક્રાંતિ દરમિયાન સ્થાન લેતા હોય છે. આ સમગ્ર ઘટનાઓને જોતા જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

આ હુકમ સમગ્ર જિલ્લામાં તા.૨૦/૦૧/૨૩ સુધીના દિવસ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ધ ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ દંડપાત્ર છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.