રાજકોટમાં દૂધ પીને મહિલા કોંગ્રેસે સરકારના નિર્ણયનો સામે નારા લગાવ્યા, આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધની હાકલ
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ડાઈન એન્ડ વાઇનની છૂટ આપવામાં આવી છે. જેને લઈ કોંગ્રેસ સહિત વિપક્ષોમાં ભારે રોષ જોવાઈ રહ્યો છે, ત્યારે આજે મહિલા કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે 'ગુજરાતને દારૂની નહીં દૂધની જરૂર છે' સહિતનાં નારા સાથે દૂધ પીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે આ તકે શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત માત્ર 10 જેટલી મહિલાઓ હાજર રહેતા વિરોધ પ્રદર્શનનો ફિયાસ્કો થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.