લીલીયા મોટા ખાતે શામજીબાપુની 42 મી પુણ્યતિથિ ની ધામ પૂર્વ ઉજવણી કરાઈ
લીલીયા મોટા ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા સતાધાર ના મહંત સંત શિરોમણી શ્રી શામજી બાપુની 42 મી પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમ અને ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પાવન પ્રસંગે દાતાશ્રી તથા સતાધાર સેવક ગણ દ્વારા બાપુની છબી નું પૂજન અર્ચન કરવામાં આવ્યું બાદમાં બાપુની છબી સાથે શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફેરવવા માં આવેલ ત્યારબાદ દાતાશ્રીઓનું તથા મહાનુભાવોનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું સૌ ભક્તો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા દાતાશ્રી દ્વારા કરવામાં આવેલ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા એ સમાજ ના લોકોને વ્યસન મુક્ત બનવા,સંયુક્ત કુટુંબમાં રહેવા,વીજળી પાણીની બચત કરવા રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થવા અપીલ કરી હતી આ તકે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, ગૌતમભાઈ વિછીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનના પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી, લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરા, ભનુભાઈ ડાભી,બટુકભાઈ ધામત, કેપ્ટન ધામત, ભાસ્કરભાઈ પટેલ,સહિત ના રાજકીય અગ્રણી ઓ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ સાપરીયા દ્વારા કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
