ગાંધીનગર ના લીંબડીયા ખાતે કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત - At This Time

ગાંધીનગર ના લીંબડીયા ખાતે કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત


ગાંધીનગર ના ચિલોડા નજીક આવેલા લીંબડીયા ખાતે ગત મધરાતે એક પૂરપાટ ઝડપે આવતી સુઝુકી ની બ્રીજા કાર આગળ જતાં ટ્રક મા ઘૂસી ગઈ અને કાર મા સવાર બે યુવાનો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ગાંધીનગર ફાયર બ્રિગેડ ના જવાનો એ કાર નો દરવાજો કાપી ને મૃતદેહ ને બહાર કાઢ્યા હતા. આ મામલે પોલીસ એ વધુ તપાસ હાથ ધરેલ છે.
આ કાર મા પાછળ ની સીટ મા બેઠેલા બાળક અને મહિલા ને ઇજા થયેલ હતી પરંતુ કાર ની એર બેગ ખુલી ગઈ હોવાથી તેમનો જીવ બચી ગયેલ હતો અને તેમને ૧૦૮ મા નજીક ના દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ કરવામાં આવી.

ઘટના સ્થળે પોલીસ પહોંચી જતા રસ્તા પર નો ટ્રાફિક કલિયર કરાવી અને મૃતદેહ પોતાના હસ્તક લઈ ને તેમના પોસ્ટમોર્ટમ અને આગળ ની કાર્યવાહી અને પોલીસ તપાસ હાથ ધરેલ છે.


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.