જેસર તાલુકાના દેપલા ગામે ગામના આગેવાનો સાથે સરપંચે કર્યો વિરોધ પ્રદર્શન - At This Time

જેસર તાલુકાના દેપલા ગામે ગામના આગેવાનો સાથે સરપંચે કર્યો વિરોધ પ્રદર્શન


જેસર તાલુકાના દેપલા ગામે ગામના આગેવાનો સાથે સરપંચે કર્યો વિરોધ પ્રદર્શન

જેસર તાલુકાનાં દેપલા ગામે થોડા સમય પહેલાં મુરલીધર કન્ટ્રક્શન દ્વારા પાણીની પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું હતું આ કામની અંદર વાલ ચેમ્બર બનાવવાની હોય પરંતુ વાલ ચેમ્બર નાની અને વાલ ચેમ્બરના ઢાંકણા અને કામ અધુરુ થયો હોવાનો સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતું
હાલ તો આ અધૂરા કામને લઈને ગામની બજારોમાં પાણી ફરી વળતા ગંદકી થર જામી ગયા હોય અને રોગચાળોનો વકરી જવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે સરપંચ અને ગામના આગેવાનો દ્વારા આ કામ પૂર્ણ કરવા તેમજ રીપેર કરવાની માંગણી ઓ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે જો આ અમારી પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમો સમસ્ત ગામજનો દ્વારા ગાંધીચિન્ધા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશુ તેવી ચિમકી ઉચ્ચારી હતી

રીપોટર-અશોક ચૌહાણ

જેસર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon