રાજકોટનાં વોર્ડ નંબર 4ની 10 સોસાયટીનાં 500થી વધુ લોકોની રજૂઆત, સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું-'હાલ કામગીરી સ્થગિત કરાઈ' - At This Time

રાજકોટનાં વોર્ડ નંબર 4ની 10 સોસાયટીનાં 500થી વધુ લોકોની રજૂઆત, સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું-‘હાલ કામગીરી સ્થગિત કરાઈ’


રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા બાંધકામ સહિતનાં ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો માટે શ્રમિક આવાસ બનાવવામાં આવી રહ્યા છે. જોકે શરૂઆતથી જ શ્રમિક આવાસો માટે ફાળવવામાં આવેલી જગ્યાને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ વોર્ડ નંબર 11 સહિતનાં વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા કામગીરી અટકાવી દેવામાં આવી છે. ત્યારે આજે શહેરનાં વોર્ડ નંબર 4ની 10 સોસાયટીનાં 500થી વધુ લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને સ્ટેન્ડિંગ ચેરમેને હાલ કામગીરી સ્થગિત કરાઈ હોવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.