આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધનસુરા માં બેઝિક ફેશન ડિઝાઇનિંગ કોર્સ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધનસુરા માં બેઝિક ફેશન ડિઝાઇનિંગ કોર્સ નું આયોજન કરવામાં આવ્યું


આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધનસુરામાં પ્રિ. ડો. પ્રફુલાબેન બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ તા .27/02/ 2025 થી 20/03/2025 સુધી 60 કલાક નો બેઝિક ફેશન ડિઝાઇનિંગ કોર્સ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં એક્ષપર્ટ મેઘાબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓને જુદાજુદા પ્રકારના ડિઝાઇનર બ્લાઉઝ, કુર્તી, પેન્ટ, સલવાર, સ્કર્ટ વગેરે અલગ અલગ પેટર્ન ના ડ્રાફ્ટિંગ સાથે કટીંગ અને સિલાઈ કામ શીખવવામાં આવ્યું હતું . આ કોર્સ ના પૂર્ણાહુતિના દિવસે અલગ અલગ પેટર્નની સાડી ડ્રેપિંગ અને વિદ્યાર્થીઓએ જાતે સિવેલ ડ્રેસ પહેરી ફેશન શો કર્યો હતો. પ્રિ. ડો. પ્રફુલાબેન બ્રહ્મભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આધુનિક ફેશન અનુસાર જુદી જુદી ડિઝાઈનર કપડા જાતે સીવી પહેરી આત્મસંતોષ મેળવે અને ખુશીની લાગણી અનુભવી સ્વ નિર્ભર બને તે હેતુથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. તથા ભાગ લીધેલ 30 વિધાર્થીનીઓ ને સર્ટિફીકેટ વિતરણ કરવામા આવ્યુ હતુ તથા વિદ્યાર્થીઓ એ આ સંદર્ભે પોતાના અભિપ્રાયો પણ જણાવ્યા હતા ,કાર્યક્રમમાં પ્રા. ડો. સી. આર. પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કો-ઓર્ડીનેટર પ્રા. ભારતીબેન ગાંવિત અને પ્રા.દિપ્તીબેન નિમાવતે સંચાલન કર્યું હતું , સંચાલક મંડળના પ્રમુખ શ્રી રાજેન્દ્ર કુમાર મહેતા દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image