શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ ની મુલાકાત લીધી - At This Time

શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ ની મુલાકાત લીધી


શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ ની મુલાકાત લીધી.......
શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર ટ્રેડ કાર્યરત છે.જેમાં વિદ્યાર્થીઓને આજરોજ ફિલ્ડ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં હિંમતનગર ITI ની મુલાકાત કરાવવામાં આવી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની તકનીકી જ્ઞાન અને વ્યવહારિક જ્ઞાન વિકસે તેના માટે આઈ.ટી.આઈ પ્રિન્સિપાલ શ્રી એચ.ડી.પંડ્યા એ ખુબ સરસ માર્ગદર્શન આપ્યું હતું.તેમજ સપનાબેન પટેલ અને એ.જે. પ્રજાપતિ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ વિષયની માહિતી આપવામાં આવી હતી. જેમાં વાયરની સાઈઝ ડિસ્ટ્રીબ્યુશન પ્રણાલી, વાયરીંગની પ્રણાલી એસી તથા ડીસી મોટર સ્ટાર્ટર વેરીએક વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી. તેના પછી આઈ.ટી.આઈ માં ચાલતા અલગ અલગ ટ્રેડ વિશે મુલાકાત કરી માર્ગદર્શન આપ્યું અને સમજાવ્યું હતું. આ મુલાકાત નું આયોજન શાળાના આચાર્યશ્રી એસ એસ પટેલના માર્ગદર્શન મુજબ થયું હતું. જેમાં ધોરણ 10 ના 20 વિદ્યાર્થીઓ, શાળાના વોકેશનલ ટ્રેનર વિજયસિંહ ડાભી તથા સેવક દીપકભાઈ સાંખલા જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.